Western Times News

Gujarati News

અમદાવાદમાં ૧રર૦ કિલોગ્રામ પ્લાસ્ટીકની કેરીબેગનો જથ્થો જપ્ત

(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા કેરીબેગ સહિતના વપરાશ કરવાને મામલે મ્યુનિસિપલના સોલીડ વેસ્ટ વિભાગે ત્રણ મહિનામાં સાત ઝોનમાંથી ૧રર૦ કિલોગ્રામ પ્લાસ્ટીકની કેરીબેગનો જથ્થો જપ્ત કરી નાશ કરવા ઉપરાંત ૭પ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની કેરીબેગના વપરાશ કરવા બદલ ૧ર.૧ર લાખનો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

પ્લાસ્ટીક વેસટ મેનેજમેન્ટ રૂલ્સ- ર૦૧૬ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા માટેે ૩૦ મી સપ્ટેમ્બર-ર૦ર૧ થી ૭પ માઈક્રોનથી ઓછી જાડાઈનેી પ્લાસ્ટીક કેરીબેગનો વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

પહેલી જુલાઈ ર૦રરથી પ્લાસ્ટીકની પ્લેટ-ગ્લાસ, સ્ટીક્સ ઉપરાંત આઈસક્રીમ અને કેન્ડી સ્ટીક, પ્લાસ્ટીકના ઝંડા, ચમચી, કાંટા, સ્ટ્રો, નિમંત્રણ કાર્ડ તેમજ સિગારેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મ, ૧૦૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈના પી.વી.સી. બેનર્સ, ડેકોરશનમાં વપરાતુ થર્મોકોલ, જવી સિૃગલ યુઝ ચીઝોનો ઉપયોગ, સંગ્રહ અનેે ઉત્પાદન ઉપર મ્યુનિસીપલદમાં સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

૩૦મી સપ્ટેમ્બર ર૦ર૧થી ૭પ માઈક્રોનથી ઓછી જાડાઈની થેલીઓ પર અને ૩૧મી ડીસેમ્બર, ર૦રર થી ૧ર૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટીકની થલીઓ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટીકની ચીજાે ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મ્યુનિસિપલના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી જુલાઈ ર૦રરથી ત્રણ મહિનાના સમયમાં સાત ઝોનમાં ૩રર૭ એકમોને સિંગલ યુઝ પ્લાસ્ટીકના વેચાણ કરવા બદલ નોટીસ પાઠવી.૧ર.૧ર લાખના વહીવટી ચાજની વસુલાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.