અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ હોસ્પિટલનું લોકાર્પણ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના જવાહર બાગ પાસે રૂપિયા ૪ કરોડના ખર્ચે નિર્માણધીન અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ હોસ્પિટલનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામોના લોકોને મેડીકલની અદ્યતન સુવિધા મળી રહે તે માટે અંકલેશ્વર નગર પાલિકા અને રોટરી ક્લબ અંકલેશ્વરના સંયુક્ત પ્રયાસોથી રૂપિયા ૪ કરોડના ખર્ચે અંકલેશ્વરના જવાહર બાગ પાસે મ્યુનીસીપલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ મ્યુનીસીપલ હોસ્પિટલના બિલ્ડીંગનું આજરોજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે શાસ્ત્રોત પૂજા વિધિ અને રીબીન કટિંગ સાથે તખ્તી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પીટલમાં અદ્યતન બેડ,ફાયર સેફટી તેમજ રોટરી ક્લબ અંકલેશ્વરના પ્રયાસથી આધુનિક લેબ સહીત સોલાર ગ્રીન પેનલ લગાવવામાં આવી છે.લોકર્પણના કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,ઉપપ્રમુખ કલ્પના મેરાઈ,ડીસ્પેન્સરી કમિટીના ચેરમેન પુષ્પાબેન મકવાણા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ તેમજ મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા અને નગર સેવકો સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.