ભાજપના નિમંત્રણ પર મનીષ સિસોદીયા ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવશે
નવી દિલ્હી, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવીને મેદાનમાં ઉતરી છે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આ ચૂંટણીમાં પહેલી વાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાનો એકેય મોકો છોડતા નથી.
આ તમામની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતનો પ્રવાસ કરવા અને અહીંની સરકારી સ્કૂલો જાેવાનું નિમંત્રણ આપ્યુ હતું, જેનો સ્વિકાર સિસોદીયાએ કર્યો છે અને આશા રાખી છે કે, ભાજપના નેતાઓ તેનાથી પલ્ટી નહીં મારે.
ડેપ્યુટી સીએમ સિસોદીયાએ કહ્યું કે, તેમને ખુશી છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ચર્ચામાં શિક્ષણ એક એજન્ડા બની ગયુ છે, કારણ કે તેમણે પાટીલને દિલ્હીની સરકારી શાળાઓનો પ્રવાસ કરવા અને તેને જાેવા માટે આમંત્રણ આપ્યુ હતું કે, આ સ્કૂલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફક્ત પાંચ વર્ષના નેતૃત્વમાં વિશ્વ સ્તરીય બનાવી છે.
મનીષ સિસોદીયાએ આગળ કહ્યુ કે, સમગ્ર ગુજરાતમાં સરકાર સ્કૂલ ભાજપના શાસનમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે. તેમણે દાવો કર્યો છે કે, રાજ્યના લોકો સારી સ્કૂલો ઈચ્છે છે અને માને છે કે, આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષની અંદર સ્કૂલી શિક્ષણ સિસ્ટમને બદલી શકે છે.
સિસોદીયાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પાટીલે આપ નેતાઓ પર ગુજરાતના લોકોને અવળા રસ્તે દોરવાનો આરોપ લગાવ્યો અને તેમને રાજ્યની સરકારી સ્કૂલોમાં તેમના માપદંડોને જાેવા માટે બોલાવ્યા હતા. સિસોદિયાએ કહ્યું કે, ભાજપ ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલે મને ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેવા અને ત્યાંની સુવિધાઓ જાેવા માટે બોલાવ્યા છે.
હું તેમના નિમંત્રણનો સ્વિકાર કરું છું અને ઈચ્છુ છું કે, તેઓ ફટાફટ અમને મુલાકાતની તારીખ આપે. અમે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના મતવિસ્તારથી શરુઆત કરીશું. અને બાદમાં સમગ્ર રાજ્યની અન્ય સરકારી સ્કૂલો પણ જાેઈશું. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.SS1MS