Western Times News

Gujarati News

ફિફા વર્લ્ડ કપ મારી છેલ્લી ટૂર્નામેન્ટ હશે, નિર્ણય લેવાઈ ગયો છે: મેસ્સી

નવી દિલ્હી, આજેર્ન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના રિટારયમેન્ટ લેવા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મેસ્સીએએ સેબેસ્ટિયન વિગ્નોલો સાથેની વાતચીતમાં ફૂટબોલમાંથી સંન્યાસ લેવાનો આ સંકેત આપ્યો છે. મેસ્સીએ વાતચીતમાં કહ્યું છે કે, ૨૦૨૨નો કતાર વર્લ્ડ કપ તેનો છેલ્લો હશે.

હું વર્લ્ડ કપ સુધીના દિવસો ગણી રહ્યો છું. “સત્ય એ છે કે, થોડી ચિંતા પણ છે, શું થવાનું છે? તે (ફિફા વર્લ્ડ કપ) મારી છેલ્લી ટૂર્નામેન્ટ છે, તે કેવી રીતે જશે?’. એક તરફ, હું તેના આવવાની રાહ જાેઈ શકતો નથી પરંતુ આ ટૂર્નામેન્ટ સારી રીતે જાય તે માટે હું ચિંતિત પણ છું.

આજેર્ન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પુષ્ટિ કરી છે કે, આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે તો તેણે કહ્યું કે હા, તે એકદમ છેલ્લો છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૨ પછી આગામી ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬માં થશે અને ત્યારે લિયોનેલ મેસ્સી ૩૯ વર્ષનો થઈ ગયો હશે. આ જ કારણ છે કે મેસ્સીએ ગત વર્લ્ડ કપ પહેલાં જ કન્ફર્મ કરી દીધું છે.

૩૫ વર્ષીય લિયોનેલ મેસ્સીએ કહ્યું કે, હું શારીરિક રીતે વધુ સારું અનુભવી રહ્યો છું, મને આશા છે કે વર્લ્ડ કપ પહેલા પણ મારી સિઝન સારી રહેશે. આ મારી પહેલી વાર નથી, હું ઈજામાંથી પાછો આવ્યો છું અને હવે સારું અનુભવું છું. હવે હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું.

મેસ્સીએ આગળ વાત કરતાં કહ્યું કે, “અમે ખૂબ જ મજબૂત ગ્રુપ સાથે ખૂબ જ સારી મોમેન્ટ પર છીએ, પરંતુ વિશ્વ કપમાં કંઈપણ થઈ શકે છે,” મેસ્સીએ આ અંગે સમજાવતાં કહ્યું, “તમામ મેચો મુશ્કેલ હોય છે, તે જ વિશ્વ કપને ખાસ બનાવે છે કારણ કે ફેવરિટ હંમેશા એવા હોતા નથી જેઓ જીતે છે અથવા તો તમારી અપેક્ષા મુજબ સારું કરે છે.

“મને ખબર નથી કે આપણે મનપસંદ છીએ કે કેમ, પરંતુ આજેર્ન્ટિના પોતે હંમેશા ઇતિહાસ માટે ઉમેદવાર છે. અમે મનપસંદ ટીન નથી, મને લાગે છે કે અન્ય ટીમો છે જે અમારાથી ઉપર છે. મેસ્સી આ સિઝનમાં ક્લબ અને દેશ બંને માટે રેડ હોટ ફોર્મમાં છે, આજેર્ન્ટિના હાલમાં ૩૫-ગેમની અજેય સ્ટ્રીક પર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.