યોગ અને ફુટબોલ સ્પર્ધાના વિજેતાઓને મેડલ એનાયત કરાયા
36 મી નેશનલ ગેમ્સ: ગુજરાત- 2022, ટ્રાન્સ્ટેડિયા
વિવિધ રાજ્યોમાંથી ગુજરાતના મહેમાન બનેલા યોગ અને ફુટબોલના ખેલાડીઓને ટ્રાન્સ્ટેડિયા ખાતે રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં રમત – ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગુજરાતની દીકરી પૂજા પટેલએ વુમન કેટેગરીમાં યોગાસન સ્પર્ધામાં ગુજરાતને ગોલ્ડ અપાવ્યો- મંત્રીશ્રીએ ગુજરાતની દિકરીને શુભેચ્છાઓ પાઠવી
૩૬મી નેશનલ ગેમ્સ -૨૦૨૨નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે ટ્રાન્સ્ટેડિયા, અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને આજે રમત- ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રૂબરૂ મુલાકાત લઈને રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે તેમણે યોગાસન સ્પર્ધામાં ગુજરાતને ગોલ્ડ અપાવનારી ગુજરાતની દીકરી પૂજા પટેલને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
રમત- ગમત મંત્રીશ્રીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંતગર્ત ટ્રાન્સ્ટેડિયા ખાતે રમાઇ રહેલી યોગ ની સ્પર્ધાને રસ પૂર્વક નિહાળ ને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
વિશેષમાં તેમણે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકની ફૂટબોલ ટીમના રમતવીરોની મુલાકાત લઈને તેમનો જુસ્સો વધાર્યો હતો.
મંત્રી શ્રી હર્ષભાઇ સંધવીએ 36 મી નેશનલ ગેમ્સ-2022 ના યોગ અને ફુટબોલ સ્પર્ધાના વિજેતાઓને મેડલ પણ એનાયત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નૅશનલ ગેમ્સમાં યોગ ને રમત ગમતની કેટેગરીમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવી છે.