સ્પેકમાં “પ્લેસમેન્ટ ડ્રાઈવ”નું આયોજન કરાયું
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીગના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ “પ્લેસમેન્ટ ડ્રાઈવ”નું આયોજન કરાયું હતું. આ ડ્રાઇવમાં જંગીડ સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં ચૌહાણ શુભમ (ઇલેક્ટ્રિકલ અલ્યુમિની ) ,વહોરા નિહાલ (ઇલેક્ટ્રિકલ અલ્યુમિની ) અને મિસ્ત્રી મયંક (કોમર્સ ) પસંદગી પામ્યા હતા.
આ પ્લેસમેન્ટ ડ્રાઈવને સફળ બનાવવા માટે કેમ્પસના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સંયોજક પ્રો.સેલ્વી પાલ્મેર, એન્જીનીયરીંગના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સંયોજક પ્રો. તરુણ સલુજા અને પ્રો. મિરલકુમાર દરજી તેમજ કોમર્સ કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સંયોજક પ્રો. મીનલ પટેલે મહત્વનું યોગદાન આપ્યું હતું.