Western Times News

Gujarati News

દિવાળી અગાઉ ટ્રેનો હાઉસફુલ દિલ્હી, અયોધ્યાનું મોટું વેઈટિંગ લિસ્ટ

અમદાવાદના રેલવે સ્ટેશનમાં મુસાફરોની લાંબી લાઈનો ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે સૌથી વધુ ઘસારો

(એજન્સી)અમદાવાદ, દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે. દિવાળીના વેકેશનમાં ટ્રેન દ્વારા બહાર ફરવા જવાનું આયોજન કરી રહયા હોવ અને હજુ ટીકીટ બુક કરાવવાની બાકી હોય તો અત્યંત લાંબા વેઈટીગનો સામનો કરવો પડશે. વાત એમ છે કે, દિલ્હી-હરીદ્વાર-અયોધ્યા જવા માટે સ્લિપરનું વેઈટીગને ૩૦૦ને જેમ નજીક આવશે તેમ આ વેઈટીગ હજુ ૪૦૦ને પાર થઈ જાય તેમ મનાઈ રહયું છે.

આ વખતે ર૪ ઓકટોબર-સોમવારના દિવાળી છે. જેના કારણે રર ઓકટોબર-શનીવારથી જ વેકેશનનો માહોલ જામી જશે. અમદાવાદની ખાસ કરીને ઉત્તર ભારત માટેની મોટાભાગની ટ્રેન અત્યારથી જ હાઉસફુલ થઈ ગઈ છે. રર ઓકટોબરે અમદાવવાદથી દિલ્હીફ રાજધાની દ્વારા જવાનું આયોજન કરી રહયા હોવ તો થર્ડ એસીમાંં ૧૮પ, સેકન્ડ એસીના ૯૬ અને ફર્સ્ટએસીમાં ૩૧નું વેઈટીગ છે.

આશ્રમ એકસપ્રેસમાં સ્લિપરમાં રરમીએ ૩૭૭નું ર૩મીએ ર૩૩, ર૪મીએ ૧પ૩ અને રપમીએ ર૧૮નું વેઈટીગ છે. અયોધ્યામાં આગામી ટુંક સમયમાં ભવ્ય રામ મંદીરનું નિર્માણ થવા જઈ રહયું છે. જેના પગલે અયોધ્યા જવા માટે પણ ભારે ઘસારો છે. અમદાવાદ-અયોધ્યયા માટે રરમીએ ૩પર, ર૪મીએ ૧૬૭, રપમીએ ૩પર, ર૪મીએ વેઈટીગ જાેવા મળે છે. ધામિર્ક રીતે ખુબ જ મહત્વન ધરાવતા હરીદ્વારનું વેઈટી પણ ૩૦૦ ને પાર છે.

હાલમાં ટ્રેનોમાં સ્લિપ કલાસમાં ચાલી રહેલા ભારે વેઈટીગ લઈને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. ટ્રેનોના ભરોસે રહે તો ચોકકસ તારીખે વતન પહોચી ન શકાય તેવી સ્થિતી વચ્ચે આર્થિક રીતે થોડા સક્ષમ લોકો હવાઈમાત્રા તરફ વળ્યા છે.

જયારે મધ્યમવર્ગ કે આર્થિક રીતે નબળા લોકો માટે આ લાંબા વેઈટીગને કારણે બસની મુસાફરી એકમાત્ર વિકલ્પ છે. તાજેતરમાં શરૂ કરાયેલી અમદાવાદ મુંબઈની વંદે ભારત એકસાથે માટે રરમીએ એસી ચેર કારમાં ૪૬૬ સીટ ખાલી છે જયારે એસી ચેર કારમાં ૬નું વેઈટીગ છે.

રેલવે વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે દિવાળીનું વેકેશન ફીકકું રહયું હતું. પરંતુ હવે સ્થિતી થાળે પડી છે. જેના કારણે ઉનાળાના વેકેશન કરતાં પણ આ વખતે બુકીગનું પ્રમાણ વધારે જાેવા મળી રહયું છે. આ વખતે જુલાઈના અંતીમ સપ્તાહથી જ અનેક મુસાફરોએ દિવાળી માટેનું બુકીગ કરાવી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.