ભારતીય ટીમના ફાસ્ટ બોલર ચહરને પગની ઘૂંટીમાં ઈજા
નવી દિલ્હી, ૧૬ ઓક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે અને આ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ટીમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ઈજાગ્રસ્ત થવામાં બહાર નથી આવી ત્યાં વધુ એક ખેલાડીને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે, જેના કારણે તે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની સીરિઝની પહેલી મેચમાં રમી શક્યો નહોતો. તેની આ ઈજા કેટલી ગંભીર છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ચહર ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ છે અને બુમરાહના વિકલ્પ તરીકે તેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, ચહરે ફેબ્રુઆરીમાં થયેલી ઈજા બાદ હાલમાં જ ઝિમ્બાબ્વે ટુર દરમિયાન ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યું હતું. ત્યારબાદ તે સતત લિમિટેડ ઓવરમાં ભારત માટે રમતો હતો.
જાે કે, તેને ફરીથી ઈજા થવી તે ટીમ માટે સારો સંકેત નથી. હાલમાં જ સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચોની સીરિઝમાં દીપક ચહરે સારી બોલિંગ કરી હતી.
તેણે ત્રણ વિકેટ લેવાની સાથે અંતિમ મેચમાં ૩૧ રન પણ બનાવ્યા હતા. ઈજા બાદ તેનું કમબેક દમદાર રહ્યું ઝિમ્બાબ્વે ટુર પર બે મેચમાં તેણે ૫ વિકેટ ઝડપી હતી. ટી૨૦ વર્લ્ડ કપની મુખ્ય ટીમમાં દીપક ચહરને ભલે જગ્યા ન મળી હોય પરંતુ ટીમમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેવા માટે તે પ્રબળ દાવેદારમાંથી એક છે. ચહરને આઈસીસીની આ ટુર્નામેન્ટ માટે ટ્રાવેલિંગ રિઝર્વ પર રાખવામાં આવ્યું છે.
તો બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને પીઠમાં ઈજા થઈ હતી જેના કારણે તે બાદમાં ટી૨૦ વર્લ્ડ કપમાંથી પણ બહાર થયો. તેવામાં તેની જગ્યા લેવા માટે દીપક ચહર સિવાય મહોમ્મદ શમીની પણ મજબૂત દાવેદારી છે.
જસપ્રીત બુમરાહે ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું ‘હું નિરાશ છું કે આ વખતે ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ નથી, પરંતુ શુભેચ્છા પાઠવનારા અને સપોર્ટ કરનારા પ્રિયજનોનો આભાર. જેવો જ હું ઠીક થઈશ, ટીમ ઈન્ડિયાને ચીયર કરવા જઈશ.SS1MS