Western Times News

Gujarati News

ભારતીય વાયુસેનામાં મહિલા અગ્નિવીરોની ભરતીનું એલાન

(એજન્સી)નવી દિલ્હી, સમગ્ર દેશમાં આજે વાયુસેના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે બે મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એલાન એ છે કે ભારતીય વાયુસેનામાં એક નવી ‘વેપન સિસ્ટમ બ્રાંચ’ને બનાવવામાં આવશે. આ સિવાય બીજુ એલાન એ કરવામાં આવ્યુ છે કે આગામી વર્ષથી મહિલા અગ્નિવીરોને ઈન્ડિયન એરફોર્સમાં સામેલ કરવામાં આવશે.

એર ફોર્સ ડેના અવસરે શનિવારે ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ આ બંને એલાન કર્યા છે. ચંદીગઢમાં વાયુસેના દિવસના અવસરે ફુલ ડે રિહર્સલ કરવામાં આવી રહ્યુ છે.

ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ એલાન કર્યુ કે સરકારે IAF અધિકારીઓ માટે વેપન સિસ્ટમ બ્રાન્ચને બનાવવાની મંજૂરી આપી. ભારતની આઝાદી બાદ આ પહેલી તક છે જ્યારે એક નવી ઓપરેશનલ બ્રાન્ચને બનાવવામાં આવશે.

વાયુસેના પ્રમુખ દ્વારા આ એલાન એરફોર્સ ડે ના અવસરે કરવામાં આવશે. એર ચીફ માર્શલે કહ્યુ કે આ બ્રાન્ચ અનિવાર્ય રીતે એરફોર્સના તમામ પ્રકારના લેટેસ્ટ વેપન સિસ્ટમને હેન્ડલ કરશે. આનાથી ૩૪૦૦ કરોડ રૂપિયા બચાવવામાં આવશે. તેમણે કહ્યુ કે વાયુસેના આગામી વર્ષે મહિલા અગ્નિવીરોને સામેલ કરવાનુ આયોજન કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.