યુરોપમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, કેસ ૧૫ લાખથી ઉપર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Corona.jpg)
(એજન્સી)નવી દિલ્હી, વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીને લઇને દુનિયાના લગભગ તમામ દેશોમાંથી કોરોનાના કેસ ઘટતા જઇ રહ્યાં હતા, ધીમે ધીમે જાણે લોકોની ગાડી પટરી પર આવી રહી હતી. પરંતૂ હવે વાતાવરણ અને ઋતુ બદલાતા યૂરોપમાં જેમ જેમ ઠંડી પડી રહી છે તેમ તેમ એક નવી કોવિડની લહેરનો ખતરો પણ મંડળાઇ રહ્યો છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, હાલમાં જે વેક્સિનના પ્રકાર પર ભ્રમની સ્થિતિ સંભવિત રૂપથી બૂસ્ટર ડોઝને સીમિત કરી દેશે.
ઓમિક્રોન સબવેરિએન્ટ બીએ.૪ અને બીએ.૫ ગરમીમાં હાવી થઇ ગયા હતા. હવે ચિંતાની વાત એ છે કે, નવા સબવેરિએન્ટ સામે આવવા લાગ્યા છે.
ડબલ્યુએચઓ ના અધિકારીઓએ કહ્યું છે કે, વૈજ્ઞાનિકો ઓમિક્રોનના નવા સ્વરુપો પર નજર રાખી રહ્યાં છે. ડબલ્યુએચઓના આંકડા પ્રમાણે યૂરોપમાં ૧૫ લાખ સુધી કેસ પહોંચી ગયા છે. ૨૭ દેશોની સાથે સાથે બ્રિટેનની હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એક સ્વતંત્ર સાઇંટિફિક ફાઉંડેશન ગિમ્બેના આંકડાના અનુસાર ૪ ઓક્ટોબરે, ઇટલીમાં કોવિડ ૧૯ ના કેસ ૩૨% વધી ગયા છે.
જ્યારે આઈસીયુ માં એડમિટ થનારાઓના કેસમાં પાછલા અઢવાડિયાની તુલનામાં ૨૧ % વધ્યા છે. જ્યારે બ્રિટેનમાં હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા ૪૫% વધી છે.
યુરોપમાં ઓમિક્રોન પર અસરકારક રસી સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ ગઇ હતી. જે બીએ.૧ અને બીએ.૪/૫ પર અસરકારક હતી. તો યુકેમાં, માત્ર બીએ.૧ અસરકારક રસીઓ મંજૂર કરવામાં આવી હતી. યુરોપિયન અને બ્રિટિશ અધિકારીઓ ફક્ત વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે નવા બૂસ્ટર શોટ્સને સમર્થન આપી રહ્યા છે.
આ વચ્ચે બ્રિટિશ અધિકારીઓએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે, ફલૂનો ફેલાવો અને કોવિડ-૧૯નું પુનરાગમન પહેલાથી જ સામનો કરી રહેલી રાષ્ટ્રીય આરોગ્ય સેવા પર વધુ દબાણ લાવી શકે છે.SS1MS