ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે બે દિવસીય આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન
અમદાવાદ, અમદાવાદ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફંડ અને ઇનોવેટિવ ફૂડ આંત્રપ્રિન્યોર્સ એસોસિએટ્સ એલએલપી દ્વારા ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સબસિડી અને લોન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ વિશે વધુમાં માહિતી આપવા માટે જયેન્દ્ર તન્ના (અધ્યક્ષ, અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ), અનિલ મુલચંદાની (ઇનોવેટીવ ફૂડ એન્ટરપ્રેન્યોર), એમ કે ખુરેશી – ડાયરેક્ટર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિ., હેતલ અમીન – કલ્યાણી મહિલા સહસી વિકાસ સંગ અને રોહિત ખન્ના -IFPI સહ-સ્થાપક ઉપસ્થિતઃ રહ્યા હતા.
ગુજરાતના ફૂડ આંત્રપ્રિન્યોર્સ (ખાદ્ય ઉદ્યોગસાહસિકો)ને આ યોજનાઓ વિશે જાગૃત કરવા માટે, ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ – સબસિડી અને લોન સેમિનાર પ્રધાન મંત્રી એન્ટરપ્રાઈઝ ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ (પીએમએફએમઇ) દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનોનો લાભ લેવા ઇચ્છતા લોકોને માહિતી આપશે. જે માટે અરજદારોની લોનની જરૂરિયાતો પર પ્રક્રિયા કરવા માટે સંખ્યાબંધ બેંકો ઇવેન્ટમાં તેમના ટેબલ મૂકવા માટે સંમત થઈ છે.