Western Times News

Gujarati News

ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતા દસેક પરિવારજનોના મામલતદાર કચેરીએ ધરણા

Protest arvalli meghaj pahadiya villagers

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પહાડિયા ગામે આવેલ ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બિનખેતી કરી બિનખેતી કરવાના શરતોનો ભંગ કરી ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધાના આક્ષેપ સાથે ખેડૂતો રસ્તાના ન્યાય માટે વારંવાર સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કરી રહ્યા છે

અંતે રસ્તાનો નિકાલ ન આવતા ખેતરમાં જવાના રસ્તા ખુલ્લો કરવાની માંગ સાથે પરિવારજનો મેઘરજ મામલતદાર કચેરી આગળ બેસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. મેઘરજ ના પહાડિયા ગામની સીમમાં વાળંદ સમાજના ખેડૂતોના ખેતરો આવેલ છે

મેઘરજમાં દિન પતિ દિન વસ્તી વધતા ગીચતા અનુભવતા વાળંદ સમાજના લોકોને ખેતરમાં જવાનો જુનો રસ્તો ચાલું હોવાથી પહડિયા ગામે આવેલ પોતાના ખેતરમાં મકાનો પણ બનાવ્યા છે અને આ ખેડૂતો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે ત્યારે કેટલાક ઈસમોએ ખેતરના આગળના ભાગે આવેલ જમીન બિનખેતી કરતી વખતે બિન ખેતીની શરતોના નિયમોનો કે બિન ખેતી કરતી વખતે ખેડૂતોને ખેતર મા જવાના રસ્તા બંધ તો નથી???

આ શરતને ધ્યાનમાં રાખી જમીન બિનખેતી કરવાની હોઈ છે ત્યારે આ શરત નો સરેઆમ ભંગ કરી જમીન બિનખેતીમાં ફેરવી દેવામાં આવી છે અને ત્યારબાદ બિનખેતી કરાવનાર કેટલાક ઈસમોએ ખેડૂતોને ખેતરમા જવાનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતો ખેતર મા જ્ય શકતા ન હોવાથી ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે

ત્યારે બિનખેતી વખતે કોઈપણ ખેડૂતનો કે આજુબાજુના લોકોનો રસ્તો બંધ થતો તો નથી તે જાેવાની મુખ્ય શરત હોય છે ત્યારે આ શરતની નિયમોનું સરેઆમ ભંગ કરી કરી આ જમીન બિનખેતી કરી રસ્તો બંધ કરી દેતા વાળંદ સમાજના કેટલાક પરિવારો આજે રસ્તાના ન્યાય માટે દરદર ભટકી રહ્યા છે

ત્યારે તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આ ૧૦ જેટલા પરિવારો શુક્રવારના રોજ મેઘરજ મામલતદાર કચેરી આગળ બેસી ગયા હતા અને રસ્તો આપોના સૂત્રોચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી બંનેનો પક્ષોને સાંભળવામાં આવ્યા નથી અને રસ્તો ખોલવા માટે કોઈજ કાર્યવાહી કરવામાં આવિ નથી ત્યારે તંત્ર દ્વારા તાકીદે વર્ષો જૂનો રસ્તો ખોલાવી આ પરિવારોને ન્યાય આપવા પરિવારજ માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.