ગુજરાત ગૌરવ યાત્રા ૧૬મી ઓક્ટો.થી બનાસકાંઠાની આઠ વિધાનસભામાં બે દિવસ ભ્રમણ કરશે

ગુજરાત ગૌરવ યાત્રાની સાથે રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે
(પ્રતિનિધિ) પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં નવે નવ વિધાન સભા જીતવાના લક્ષય સાથે બનાસકાંઠા ભાજપના ભવ્ય આયોજન સાથે ૧૬ ઓક્ટોબરે બનાસકાંઠાના છાપી ગામેથી ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મીડિયા વિભાગના જિલ્લા કન્વીનર રશ્મિકાન્ત મંડોરાએ એક અખબારી યાદીમાં જણાવે છે કે બહુચરાજી થી માતાનો મઢ સુધી “ગુજરાત ગૌરવ યાત્રા”નું આજ રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા સવારે ૯ કલાકે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.
યાત્રા ૧૨ થી ૨૦ ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિધાનસભા મત વિસ્તારોમાં ભ્રમણ કરશે. ૧૬ ઓક્ટોબરે બનાસકાંઠાના છાપી ગામેથી ભવ્ય સ્વાગત સાથે જિલ્લામાં પ્રવેશ કરશે અને બનાસકાંઠાની આઠ વિધાનસભા મત વિસ્તારોમાં ૧૬ અને ૧૭ ઓક્ટોબર એમ બે દિવસ યાત્રા ભ્રમણ કરશે. આ ભવ્ય યાત્રા સાથે ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનો સાથે જિલ્લાના આગેવાનો સહીત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાેડાશે.
ગુજરાત ગૌરવ યાત્રા બનાસકાંઠાના ૧૬ ઓક્ટોબરે છાપી, મગરવાડા, વડગામ, વગદા, પાલનપુર, ચડોતર, ડીસા, આખોલ, ઝેરડા, સામરવાડા, ધાનેરા, રાહ, ભોરડુ, થરાદ અને ૧૭ ઓક્ટોબરે વાવ, સુઈગામ, ભાભર, દીઓદર, રાજપુર, થરા, શિહોરી, કંબોઇ બાદ પાટણ જિલ્લામાં પ્રસ્થાન કરશે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રથમ દિવસે વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ ત્યાર બાદ બીજા દિવસે વાવ, ભાભર, દીઓદર, થરા આમ નવ સ્થળોએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાની તમામે તમામ નવ બેઠકો ઉપર ભાજપનો ભગવો ચોક્કસ પણે લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના જિલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણે ગુજરાત ગૌરવ યાત્રામાં તમામ આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓને ઉમટી પડવા આહવાન કર્યું છે.
સરકારે કરેલા વિકાસ લક્ષી કામોને કંડારતા કહ્યું હતું કે ભાજપ સરકારે અનેક જન હિત લક્ષી કાર્યો અને ર્નિણયો કર્યા છે જેમાં દરેક યોજનાઓના અમલી કરણ માટે નક્કર પોલિસી બનાવી છે, આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર રહીને કામ કર્યું છે, કૃષિ ક્ષેત્રે ચમત્કારિક ક્રાંતિ લાવી છે, આદિવાસીઓ ના ઉત્કર્ષ માટે તત્પર રહી છે, મહિલા શસક્તિકરણ અને વંચિતોના વિકાસ માટે હોય કે ગરીબ કલ્યાણ.. સરકારે કામ કરી બતાવી ગુજરાત અને દેશભરમાં પ્રજાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.
ભાજપ સરકારે કરેલા અનેક ર્નિણયો છે જે સરકારે જન હિત લક્ષી અને દેશના હિત માટે મક્કમ ર્નિણયો લીધા છે તે સ્મરણ પ્રજાને કરાવવા ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તમ માધ્યમ બનશે અને બનાસકાંઠા જિલ્લામાં કેસરિયો જ કેસરિયો લહેરાશે. યાત્રાના બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ મનુભાઈ હાજીપુરા સહીત જિલ્લા ભાજપની ટીમ દ્વારા સમગ્ર યાત્રાનું ગામે ગામ ભવ્ય સ્વાગત અને અનેક કાર્યક્રમોના આયોજનો કરી યાત્રાને યાદગાર બનાવવા આયોજનો પૂર્ણ કરી લીધા છે.