Western Times News

Gujarati News

GNLU, ગાંધીનગર ખાતે તા. ૧૪ ઓકટોબરે  ‘એકસલન્સ ઈન હાયર એજ્યુકેશન’ કાર્યક્રમ યોજાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે તા. ૧૪મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ‘એકસલન્સ ઈન હાયર એજ્યુકેશન’ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે.

ગુજરાત શિક્ષણ વિભાગ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડના હસ્તે આ પ્રસંગે વિવિધ પ્રકલ્પોનો ડિજિટલી શિલાન્યાસ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) અમદાવાદ ખાતે તેમજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન ડ્રોન ટેક્નોલૉજીનું ઇ-લોકાર્પણ કરશે.

૨૧મી સદીના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા તેમજ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી વિદ્યાર્થીઓને આર્થિક પગભર બનાવી શકાય તેવા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ, અંતર્ગત એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેના રબર, પ્લાસ્ટીક અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના બિલ્ડીંગ તેમજ અન્ય ભવનો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ઈ-ભૂમિપૂજન કરશે જે માટે રાજ્ય સરકાર દ્વારા આ માટે લગભગ રૂ. ૨૫ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નિંગ સપોર્ટ સેન્ટર, ગુરુકુલ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર તેમજ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમનું પણ ઈ-ભૂમિપૂજન કરવામાં આવનાર છે, જે માટે રૂ. ૧૨ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે સરકારી ઇજનેરી કોલેજ, ગાંધીનગર ખાતે અંદાજિત રૂ. ૧,૭૫૪ લાખના ખર્ચે નિર્મિત ઈમારતનું ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે. કાનૂની અને પર્યાવરણ ક્ષેત્રના કેટલાક સ્ટાર્ટઅપ્સ/ઉદ્યોગ સાહસિકો અને રાજ્ય ન્યાયતંત્રના તાજેતરમાં ભરતી થયેલા ન્યાયાધીશોને ઉપરાષ્ટ્રપતિશ્રી દ્વારા બિરદાવવામાં આવશે.

તાજેતરમાં શિક્ષણ વિભાગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કેમ્પસની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોને વાઇ-ફાઇ સુવિધા સાથે સક્ષમ કરી છે. કાર્યક્રમ દરમ્યાન ઉપરાષ્ટ્રપતિશ્રી WiFi સક્ષમતા પહેલને લોન્ચ કરશે.

વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરશ્રી અને પ્રોવોસ્ટને શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) 2.0. અંતર્ગત  ઉપરાષ્ટ્રપતિના વરદ હસ્તે ગ્રાન્ટ વિતરિત કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ના લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અને SHODH યોજના અંતર્ગત લાભાર્થીઓને  સ્ટાઈપેન્ડનું વિતરણ પણ કરવામાં આવશે.

SHODH- ScHeme Of Developing High quality research યોજના અંતર્ગત વિવિધ વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે યુનિવર્સિટીઓમાં ગુણાત્મક સંશોધન (પીએચડી)ને પ્રોત્સાહન આપવા માટે સંશોધન કરનાર વિદ્યાર્થીને ૨ વર્ષમાં કુલ રૂ.૪ લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ૧,૭૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૪૨.૬૯ કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના હેઠળ હાલ સુધીમાં 344909 વિદ્યાર્થીઓને રૂ. 1477.79 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ 2022-23 દરમિયાન 70,000 વિદ્યાર્થીઓને રૂ. 350 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.

… … … … … …

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.