રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદનું કથિત ષડયંત્ર રચનાર આર.કે પઠાણ સામે પડેલા ઉગ્ર પ્રત્યાઘાત!

સુપ્રીમકોર્ટના નિષ્ઠાવાન, નીડર અને પ્રગતિશીલ પ્રતિભાશાળી ન્યાયાધીશો દેશની શાન છે, ત્યારે દેશના ભાવિ ૫૦માં ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ સામે રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદનું કથિત ષડયંત્ર રચનાર આર.કે પઠાણ સામે પડેલા ઉગ્ર પ્રત્યાઘાત!
એસોસિએશનના પ્રમુખ હોવાનો દાવો આર.કે પઠાણે કર્યો છે ત્યારે તેની પાછળ કોનું બીજું કામ કરે છે?!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જેના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી પતંજલિ શાસ્ત્રી હતા એવું કહેવાય છે તેમણે પણ એક ચુકાદામાં કહ્યું હતું કે વાણી અને અખબારી સ્વતંત્ર બધા જ લોકતાંત્રિક સંગઠનના પાયામાં પડેલા છે
કારણ કે મુક્ત રાજકીય ચર્ચા – વિચારણા વિના પ્રજાલક્ષી શાસન તંત્રની યોગ્ય કામગીરીની કાર્યવાહી માટે અત્યંત આવશ્યક એવું લોક શિક્ષણ શક્ય જ નથી જ્યારે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ગજેન્દ્ર ગડકરે કહ્યું છે કે રાજ્ય કોઈ પણ એકાદ ધર્મ પ્રત્યે ધર્મ તરીકે વફાદારી રાખતું ન હતું અને ધાર્મિક કે ધર્મ વિરોધી ન હતી
આ રીતે તેમને બિનસાંપ્રદાયિક ની વ્યાખ્યા કરી છે સુપ્રીમકોર્ટના ત્રીજા ન્યાયાધીશ શ્રી દિપકભાઈ ગુપ્તાએ કહ્યું છે કે “સરકારને કોઈ અધિકાર નથી કે તે દેખાવો ને એ રીતે રોકવાની કોશિશ કરે કે એ દેખાવો હિંસક બની જાય” સુપ્રીમકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એન.વી.રમના એ કહ્યું છે કે
લોકશાહીમાં ન્યાયતંત્ર પર કોઈ પણ રીતે ધારાસભા કે કારોબારીનો કંટ્રોલ હોવો જાેઈએ નહીં પાંચમી તસવીર જસ્ટિસ જે.બી પારડીવાલાની છે એમણે પણ માનવ સમાજને ગૌરવણી આપતા કહ્યું છે કે “દરેક વ્યક્તિમાં અનેક ગુણ હશે પરંતુ વિનમ્રતા માં દરેક ગુણનું સત્ય છે અને એટલા માટે હંમેશા બીજા માટે નમ્ર રહેજાે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
“જીવતા પાછળ સ્મિત રેલાવનારા કોઈ મળતા નથી” – થોમસ કુલર
થોમસ કુલર નામના વિચારે કે ગયું છે કે “જનાર પાછળ આંસુના ટીપા પાડનાર હજી મળે છે પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનાર કોઈ મળતા નથી”!! જ્યારે ટેનિસના નામના વિચારે કે કહ્યું છે કે “જે કંઈ આકર્ષક અને સુંદર લાગે તે સદાય શ્રેષ્ઠ નથી હોતું પણ જે શ્રેષ્ઠ છે તે હંમેશા સુંદર હોય છે”!!
૧૯૫૦ માં પ્રજાસત્તાક ભારતનું બંધારણ અમલમાં આવ્યું બંધારણની કલમ ૧૨૪ દ્વારા આપણા ન્યાયતંત્રની રચના કરવામાં આવી શરૂઆતના તબક્કામાં ભારતની સુપ્રીમકોર્ટે માં એક મુખ્ય ન્યાયાધીશ અને પાંચ અન્ય ન્યાયધીશો હતા ૧૯૮૬માં કાયદાથી સુપ્રીમકોર્ટના એક મુખ્ય ન્યાયમૂર્તિ અને ૨૫ અન્ય ન્યાયાધીશોને નિયુક્તિ કરાય છે
ત્યારથી આજ દિન સુધી પરંપરા જળવાઈ રહી છે દેશની આઝાદી પછી દેશની સુપ્રીમકોર્ટમાં અનેક શુવિખ્યાત અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ન્યાયાધીશોની નિયુક્તિ કરાઈ જેમણે ન્યાયતંત્રની ગરમીમાં દેશના બંધારણીય મૂલ્યોના ગૌરવની રચના કરી છે અને લોકશાહી આદર્શોનું જતન કર્યું છે
છતાં આજે ૨૦૨૨ ની સાલમાં દેશના સુપ્રીમકોર્ટના તેમજ હાઇકોર્ટના ન્યાયાધીશો પર બિનજરૂરી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને નિષ્પક્ષ ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો મિથ્યા પ્રયાસ થઈ રહ્યો છે
નિષ્ઠાવાન, નીડર, સક્ષમ, વિચારશીલ અને સંવેદનશીલ એવા પ્રગતિશીલ પ્રતિભાશાળી સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ ની પ્રતિભા ખંડિત કરવા માટે વ્યુહાત્મક ષડયંત્રના ભાગરૂપે આર. કે. પઠાણ નામના વ્યક્તિએ કરેલા આક્ષેપો વિરુદ્ધ દેશમાં પડેલા ઘેરા પ્રત્યાઘાત !
ફ્રાન્સીસ બેકન નામના વિચારકે કહ્યું છે કે “આ શરીરને જાે પરમાર્થમાં લગાવાય તો જ સાર્થક છે અન્યથા એ માત્ર મૃત્યુની જ રાહ જાેનાર છે”!! ભારતની સુપ્રીમકોર્ટ ના નિષ્ઠાવાન,પ્રગતિશીલ અને વિચારશીલ ન્યાયાધીશો હંમેશા વિવાદમાં રહ્યા છે! પરંતુ જે રીતે સુરજ સામે ધૂળ ઉડાડવાથી જરાય ઝાંખો થતો નથી
એ રીતે શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ વિરુદ્ધ આર. કે. પઠાણ નામના કોઈ એક વ્યક્તિએ દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરી છે તેના ઉગ્રને ઘેરા પ્રત્યાઘાત કાયદાવિદોમાં પડ્યા છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે જસ્ટિસ ધનંજયભાઈ ચંદ્રચુડ આગામી દિવસોમાં દેશના મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યા છે
ત્યારે કહેવાતા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના અરજદાર એસોસિએશનના પ્રમુખ આર કે પઠાણ દ્વારા જે આક્ષેપો કરાઈ રહ્યા છે જે બિન પાયાદર અને સત્ય થી વેગળા છે અત્રે એ નોંધે છે કે સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ રાઇટ ટુ પ્રાઇવેસી ને બંધારણીય દરજ્જાે આપતા ચુકાદામાં ખૂબ જ ચિંતનાત્મક રીતે અને માર્મિક રીતે અવલોકન કરતા કહ્યું હતું કે રાજ્ય જીવન કે સ્વતંત્ર નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈપણ સભ્ય પ્રદેશ વ્યક્તિના ‘જીવન’ અને વ્યક્તિના ‘સ્વતંત્ર’ તરાપ મારવાનું વિચાર કરી શકે નહીં!
સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે અમેરિકન બાર એસોસિએશન સોસાયટી ઓફ ઇન્ડિયન ઓફ ઇન્ડિયન લોં ફર્મ્સ અને ચાર્ટડ ઇન્સટીટ્યુટ દ્વારા આયોજિત એક સંમેલનમાં કહ્યું હતું કે અમારી કોર્ટને એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે નાગરિકોની આઝાદીના હનન સામે તેઓ સંરક્ષણની પ્રથમ હરોળમાં ઊભા રહે એક દિવસ માટે પણ આઝાદીનું હનન થાય તે ચિંતાજનક બાબત છે
જસ્ટિસ ચંદ્રચુડે તાજેતરમાં જ ૨૦૨૨ માં કહ્યું હતું કે “આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ભારતમાં જ્યાં સુધી આપણે સામાજિક લોકશાહીને જીવનમાં ઉતારશું નહીં ત્યાં સુધી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોને માન્યતા આપીશું નહીં ત્યાં સુધી આઝાદીનો કોઈ અર્થ નથી”!! આવા દૂરદેશી પ્રગતિશીલ ન્યાયાધીશ સામે બિન પાયાદર આક્ષેપો કરીને ધનંજયભાઈ ચંદ્રચૂડને ચીફ જસ્ટીસ ના પદ પર જતા રોકવા માટેનું ષડયંત્ર વકીલોએ ચલાવી લેવું જાેઈએ નહીં