માલીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં ૧૧ના મોત, અનેક ઈજાગ્રસ્ત

નવીદિલ્હી, આફ્રિકી દેશ માલીમાં એક બસમાં મોટો બ્લાસ્ટ થયો છે, જેમાં ૧૧ લોકોના મોત થયા છે. એક સમાચાર એજન્સીના અનુસાર, હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, માલીમાં એક બસ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થઈ ગયા જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિહાદી હિંસાના ગઢ કહેવાતા મોપ્તી વિસ્તારમાં બસે એક વિસ્ફોટક ઉપકરણને ટક્કર મારી દીધી, જેનાથી મોટી દુર્ઘટના થઈ ગઈ.
સ્થાનીક બાંદિયાગરા યૂથ એસોસિએશનના મૌસા હાઉસસેનીએ કહ્યું કે અમે અત્યાર સુધીમાં ૯ મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી પણ શકે છે.
જણાવી ધઈએ કે માલી લાંબા સમયથી એક જિહાદી વિદ્રોહ સામે ઝઝૂમી રહ્યું છે. વિદ્રોહમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે,
જ્યારે સેંકડો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. માલી મિનુસ્મામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે એક જાન્યુઆરીથી ૩૧ ઓગસ્ટ સુધી આઈઈડીથી ૭૨ લોકોના મોત થયા છે. તેમાંથી મોટાભાગે સૈનિક છે.HS1MS