Western Times News

Gujarati News

પાકનું ષડયંત્રઃ બોર્ડર પર ફરી ડ્રોન મૂવમેન્ટ, ફાયરિંગમાં BSFએ ડ્રોન તોડી પાડ્યું

ગુરદાસપુર, પંજાબના ગુરદાસપુરમાં પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યુ. ડીઆઈજી પ્રભાકર જાેશીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ સરહદ પર જાેવા મળી રહી છે.

ત્યારે ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોન જાેવા મળતા બીએસએફ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યુ છે. સમગ્ર ઘટના બાદ બીએસએફ એલર્ટ થયુ છે. અને સમગ્ર વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

બીએસએફની સાથે પંજાબ પોલીસની સ્થાનિક ટીમ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. આ પહેલા ૪ ઓક્ટોબરે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પાસે ડ્રોનની હિલચાલ જાેવા મળી હતી.

અધિકારીઓને આશંકા હતી કે ડ્રોન પાકિસ્તાનથી આવ્યું છે. પાકિસ્તાન તરફ ડ્રોન મોકલવાના સમાચારો સામે આવતા રહે છે. પડોશી દેશોમાં બેઠેલા દાણચોરો ક્યારેક ડ્રોન દ્વારા ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરે છે. ઘણી વખત દારૂગોળો અને હથિયારો પણ પકડાયા છે. બીએસએફ જવાનોએ પોતાની સતર્કતા વડે પાકિસ્તાનના આવા અનેક પ્લાન નષ્ટ કર્યા છે.

અગાઉ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના ડાયરેક્ટર જનરલ પંકજ કુમાર સિંહે બુધવારે કહ્યું હતું કે મ્જીહ્લ પંજાબમાં પાકિસ્તાન સાથેની સરહદ પારથી ડ્રોન ખતરા અંગે એલર્ટ પર છે અને તેનો સામનો કરવા માટે સતત કામ કરી રહ્યું છે. સિંહે કહ્યું, “ડ્રોન એક મોટી સમસ્યા છે અને તેને અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરવા માટે સરહદ પારથી મોકલવામાં આવે છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.