Western Times News

Gujarati News

સમાખ્યાલી અને પાલનપુર સેક્શન પર ડબલ ટ્રેકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

અમદાવાદ મંડળના સમાખ્યાલી અને પાલનપુર સેક્શનના કીડિયાનગર, પદમપુર, ભુટકિયા ભીમાસર અને આડેસર સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેકના કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે અને કેટલીક પરિવર્તિત માર્ગે ચાલશે. જેનું વર્ણન નીચે જણાવ્યા મુજબ છે :

કેન્સલ ટ્રેનો

·         17 અને 19 ઓક્ટોબર 2022ની ટ્રેન નંબર 22483 જોઘપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન કેન્સલ રહેશે.

·         18 અને 20 ઓક્ટોબર 2022ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ રહેશે.

·         17થી 20 ઓક્ટોબર 2022 સુધી ટ્રેન નંબર 20927/20928 ભુજ-પાલનપુર-ભુજ એક્સપ્રેસ ટ્રેન કેન્સલ રહેશે.

ડાયવર્ટ ટ્રેનો

·         17 ઓક્ટોબર 2022ની ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ એના નિશ્ચિત માર્ગ સમાખ્યાલી-પાલનપુર-અમદાવાદને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સમાખ્યાલી-ધ્રાંગધ્રા-અમદાવાદ થઇને જશે. આ ડાયવર્ઝનને કારણે આ ટ્રેન ગાંધીધામથી 02:55 કલાક મોડી રવાના થશે.

·         17 અને 19 ઓક્ટોબર 2022ની ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ એના નિશ્ચિત માર્ગ પાલનપુર-રાધનપુર-સમાખ્યાલીને બદલે પાલનપુર-ઉંઝા-મહેસાણા-વિરમગામ-સમાખ્યાલીના રસ્તે ચાલશે.

·         17  અને   20 ઓક્ટોબર 2022ની ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ સમાખ્યાલી-રાધનપુર-પાલનપુરને બદલે સમાખ્યાલી-ધ્રાંગધ્રા-વિરમગામ-મહેસાણા-ઉંઝા-પાલનપુરના માર્ગે ચાલશે.

ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિસ્તૃત જાણકારી માટે પ્રવાસીઓ  www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઇને મેળવી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.