દિવાળી સુધી કચરો ઉપાડવા ડોર ટુ ડોરની ગાડી બે ટાઈમ આવશે
પ્રત્યેક ઝોનમાં બે લેખે ૧૪ ફિઝીયો સેન્ટર શરૂ કરાશે
(એજન્સી)અમદાવાદ, દિવાળીમાં ઘરોમાં થતી સફાઈને ધ્યાનમાં રાખી મ્યુનિ. હેલ્થ કમીટીએ દિવસમાં બે વખત ડોર ટુ ડોર કચરો લેવા આવતી ડોર ટુ ડોરની ગાડીઓ બે ટાઈમ આવશે. આ ઉપરાંત શહેરના મોટા મંદીરોમાં પણ યોગ્ય સફાઈની સુચના અપાઈ છે.
હેલ્થ કમીટીના ચેરમેન ભરત પટેલ અઅને ડે.ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે સવારે એક વવખત તેમજ બપોર પછી બીજી એક વખત કચરો ઉપાડવા માટે ગાડી આવશે.
દિવાળી દરમ્યાન વિવિધ મીઠાઈની દુકાનો પર ચેકીગ વધારી માવાની ચકાસણી કરવા માટે આરોગ્ય વિભાગને કહેવાયું છે કે ફરસાણ બનાવતાં હોય તે સ્થળે તેલની મશીનથી ચકાસણી કરી બિનઆરોગ્યપ્રદ જથ્થો નાશ કરવા કહેવાયું છે. શહેરમાં મ્યુનિ.૬ ફીઝીયોથેરાપી સેન્ટર ચલાવે છે. જાેકે અત્યારની સ્થિતીને ધ્યાને લઈ ફીઝીયોથેરાપી સેન્ટરમાં વધારો કરવાનો મ્યુનિ.એ. નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં દરેક ઝોનમાં ર લેખે શહેરમાં ૧૪ ફીઝીયોથેરાપી સેન્ટર શરૂ કરવાના દિશામાં પગલા લેવામાં આવશે.