Western Times News

Gujarati News

માગ પૂરી ન થતા એસટીના પાર્ટ ટાઈમ કર્મીઓ ધરણાં કરશે

પ્રતિકાત્મક

પાર્ટ ટાઈમ કર્મચારી મંડળના નેતૃત્વમાં રાજયના કર્મચારીઓ ૧૮મીઅને અમદાવાદમાં એકત્ર થશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત એસટી નિગમમાં કામ કરતા પાર્ટ ટાઈમ કર્મચારીઓ સાથે સરકાર અને નિગમ ઓરમાયું વર્તન કરવાની સાથે ભેદભાવની નીતી રાખી અન્યાય કરી રહી છે. ગુજરાત રાજય એસટી પાર્ટટાઈમ કર્મચારી મંડળે ઉપરોકત આક્ષેપ કરતા પડતર માગણીઓ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાની માગણી સાથે રાજયસભરના કર્મચારીઓ ૧૮ ઓકટોબરે ચાલો અમદાવાદ ના નારા સાથે એકત્ર થઈ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે.

આ વિશે મંડળના જનરલ સેક્રેટરી પી.કે. પરમારે જણાવ્યું કે, તાજેતરમાં એસટી સંકલન સમીતીના નેતૃત્વમાં પાર્ટ ટાઈમ કર્મચારીઓ સહીત તમામ કર્મચારીઓ આંદોલનમાં જાેડાયા હતા. આંદોલન દરમ્યાન સરકાર સાથે પડતર માગણીઓ અંગે સમાધાન થયું હતું પરંતુ તેમાં પાર્ટટાઈમ કર્મચારીઓોની માગણી અંગે કોઈ નિર્ણય ન લઈતેમને અન્યાય કરવામાં આવ્યો છે.

જેમાં મોઘવારી ભથ્થું બોનસ એકસગ્રેસીય મંજુર કરી વહેલી તકે ચૂકવણી કરવા સહીત અન્ય માગણીઓ અંગે નિર્ણય લેવામાં નહી આવે તો રાજયભરના પાર્ટ ટાઈમ કર્મચારીઓ ૧૮ ઓકટોબરે અમદાવાદ નિગમની હેડ ઓફીસ રાણીપ ખાતે એકત્ર થશે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે. ત્યારબાદ જરૂર પડશે તો કર્મચારીઓ ધરણાં આંદોલન પણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.