બર્થડેના આગલા દિવસે ત્રણ વર્ષનો દીકરો પાણીની નીકમાં ડૂબ્યો
વડોદરા, શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરની અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ રેસિડન્સી ટાંકીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યુ છે. રવિવારે ૩ વર્ષના રેયાંશની વર્ષગાંઠ હતી. તે પહેલા શનિવારે સાંજે તે એક્સપ્રેસ હોટલમાં અન્યની બર્થડે પાર્ટીમાં આવ્યો હતો.
જ્યાં તે રમતાં રમતાં પાણીની નીક હતી તેમાં પડી ગયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું છે. આ અંગે સયાજી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ન્યુ અલકાપુરી ગંગોત્રી એડવાઇટ સોસાઇટ ખાતે રહેતા અમિતકુમાર રોયનો ત્રણ વર્ષનો પુત્ર રેયાંશ શનિવારે સાંજે સાતેક વાગ્યાની આસપાસ હોટલના પાર્ટી પ્લોટની ટાંકીમાં ડૂબી જતા મોત નીપજ્યુ હતુ.
એક્સપ્રેસ હોટલમાં તેઓ અન્યની બર્થડે પાર્ટીમાં ગયા હતા. લોન અને રેસ્ટોરન્ટ વચ્ચે ત્રણ ફૂટની પાણીની નીક હતી. જેમાં બે ફૂટ પાણી ભરેલું હતું. જ્યાં છોકરો ભૂલથી પડી જતા તેનું મોત નિપજ્યુ હતું. જેના કારણે ખુશીના માહોલમાં અચાનક જ માતમ છવાયો હતો.
મહત્ત્વનું છે કે, મૃતક રેયાંશના પિતા અમિતભાઈ બેંક ઓફ બરોડામાં ઓફિસર છે. રેયાંશનો મોટો ભાઈ નવરચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેની સાથે ભણતી છોકરીનો જન્મદિન હોવાથી માતા સાથે બંને દીકરાઓ એક્સપ્રેસ હોટલમાં પાર્ટીમાં ગયા હતા. જ્યાં આ કરૂણ ઘટના બની હતી.
ભાવનગર-ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે રવિવારે રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા ૫ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં ૧૦ વર્ષના બાળક, મહિલાઓ સહિત ૫ના મોત નીપજ્યા છે. હાલ આ ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.SS1MS