Western Times News

Gujarati News

ભાવનગર-ધોલેરા રોડ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં ૫નાં મોત

ભાવનગર, રવિવારે મોડી રાતે ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જાયા બાદ હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

અને ૧૦૮ની ટીમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાવનગર-ધોલેરા શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૫ના મોત થયા છે.

બનાવને પગલે પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં ૧૦ વર્ષના બાળક, મહિલાઓ સહિત ૫ના મોત નીપજ્યા છે. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.