રાજકોટમાં બાઇકના શો રૂમમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી
રાજકોટ, શહેરના ગોંડલ રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં ભીષણ આગ લાગી છે. અચાનક લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
જાેકે, આ આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. આ આગ લાગતાની સાથે દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા દેખાતા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી ગયા પહોંચ્યા હતા.
આ આગને કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકોએ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે પણ હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે. સદનસીબે આ આગમાં હજી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે.SS1MS