Western Times News

Gujarati News

જૂનાગઢમાં રોપ વે સેવા તાત્કાલિક બંધ કરવામાં આવી

જૂનાગઢ, જૂનાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર પવન સાથે આંધી આવતા આ ર્નિણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને પગલે હાલ પૂરતો આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેના લીધે આજે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે.

આજે સવારે ગિરનાર પર્વત પર અચાનક જ પવનની આંધી ફૂંકાઇ હતી. ખૂબ જ ગતિમાં પવન ફૂંકાતા રોપવે સેવાની સલામતીને પગલે તાત્કાલિક ધોરણે ર્નિણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વહેલી સવારે અને રાતે વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. આવામાં આજે સવારે ગિરનાર પર્વત પર ભારે પવન સાથે આંધૂ ફૂંકાઇ હતી.

પવનની ગતિ ખૂબ જ વધુ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની હતી. આવામાં સલામતીના ભાગરૂપે આજે સેવા બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ભારે પવનને લીધે રોપ વે ટ્રોલી ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. બીજી બાજુ, દિવાળીના તહેવારમાં જૂનાગઢ રોપ વેની ક્ષમતામાં વધારો કરાયો છે. ૬ નવી ટ્રોલી ઉમેરાતા હવે દર કલાકે ૧૦૦૦ પ્રવાસીઓ મજા માણી શકશે.

દિવાળીના તહેવારને લઈને રોપ વેની ક્ષમતામાં વધારો કરાયો છે. રોપ વેની નવી ૬ ટ્રોલીઓ મૂકવામાં આવી છે. રોપ વેની ટ્રોલીની સંખ્યા ૨૫થી વધારીને ૩૧ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પ્રવાસીઓને સુવિધા માટે ઓનલાઈન બુકિંગ પણ શરુ કરવામાં આવ્યું છે.

વેકેશનમાં સમયગાળામાં જૂનાગઢ અને ગીર જંગલના મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જાેવા મળે છે. આવામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. દર કલાકે ૮૦૦ પ્રવાસીઓની ક્ષમતા વધારી હવે ૧૦૦૦ પ્રવાસીઓ સફર માણી શકશે. દિવાળીના ૧૫ દિવસના વેકેશનમાં અંદાજિત ૧ લાખ પ્રવાસીઓ રોપ વેની સફર કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.