‘ઝિંદગી ગુલઝાર હૈ’ ની થીમ પર “વર્લ્ડ એલ્ડર્સ ડે”ની ઉજવણી કરાઈ
અધાતા ટ્રસ્ટે કોવિડ-19 પછી પહેલાં નોન-વર્ચ્યુઅલ કાર્યક્રમ વર્લ્ડ એલ્ડર્સ ડેની ઉજવણી કરી-અધાતા ટ્રસ્ટે એની 10મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી
મુંબઈ, મુંબઈની મહાનગરમાં સ્થિત વરિષ્ઠ નાગરિકોના માનસિક કલ્યાણના કાર્ય પર કેન્દ્રિત સેવાભાવી સંસ્થા (એનજીઓ) અધાતા ટ્રસ્ટએ આજે એની સ્થાપનાના 10મી વર્ષગાંઠ પર કોવિડ-19 મહામારી પછી પહેલો નોન-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજીને તેની સાથે વર્લ્ડ એલ્ડર્સ ડે (વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ)ની ઉજવણી કરી હતી.
‘ઝિંદગી ગુલઝાર હૈ’ થીમની ઉજવણી બે કલાક ચાલી હતી. 14 કેન્દ્રોના સભ્યો મંચ પર આવ્યાં હતાં અને વિવિધ આનંદદાયક પર્ફોર્મન્સ આપ્યું હતું, તો વરિષ્ઠ નાગરિકોએ મંચ પર તેમના જીવનની ક્ષણોને યાદ કરી હતી અને એના વિશે જાણકારી આપી હતી. ટ્રસ્ટની 10મી વર્ષગાંઠની ઉજવણી કરવા ફૂલોનો બગીચો પણ ઊભો કરવામાં આવ્યો હતો, જ્યાં દરેક ફૂલ દરેક કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતું હતું. આ પ્રસંગે ડો. ગીતા પિરામલ દ્વારા પ્રસ્તુત ‘પોટ્રેટ્સ ઓફ અધાતા 2012-2022’ પુસ્તકનું લોકાર્પણ પણ કર્યુ હતું.
અધાતા ટ્રસ્ટ સકારાત્મક વૃદ્ધાવસ્થાને પ્રોત્સાહન આપે છે અને આ કાર્યક્રમમાં એના વરિષ્ઠ નાગરિકોએ તેમની વયની ઉજવણી કરી હતી. આ વધારે યાદગાર બન્યો હતો, કારણ કે કોવિડ-19 મહામારી પછી આ ટ્રસ્ટની પ્રથમ ફિઝિકલ ઇવેન્ટ હતી.
અધાતા ટ્રસ્ટના સ્થાપક શ્રી અરુણ નંદાએ કહ્યું હતું કે, “છેલ્લાં બે વર્ષ ખાસ કરીને વયોવૃદ્ધ લોકો માટે મુશ્કેલીરૂપ રહ્યાં છે, જે તેઓ માટે ભય, ચિંતા અને ડરનો સમય હતો. અમે અધાતા ટ્રસ્ટમાં પડકારોનો સામનો કરવા છતાં વર્ચ્યુઅલ માધ્યમ થકી આપણા વરિષ્ઠ નાગરિકો સાથે સતત જોડાયેલા રહ્યાં હતાં.
પણ મારે કહેવું જોઈએ કે, એનાથી મને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી છે. અધાતા ટ્રસ્ટમાં અમે વયોવૃદ્ધ નાગરિકોને પરત કરવામાં માનીએ છીએ, જેની ઉજવણી કરવી જોઈએ. ચાલુ વર્ષની થીમ ‘ઝિંદગી ગુલઝાર હૈ’માં આ લાગણી વ્યક્ત થાય છે.”
અત્યારે અધાતા ટ્રસ્ટ મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં 12 સામુદાયિક કેન્દ્રોમાં 500થી વધારે વરિષ્ઠ નાગરિકોને સભ્યો તરીકે ધરાવે છે. દર વર્ષે ટ્રસ્ટ ભારતમાં વયોવૃદ્ધ લોકોની વધતી વસતી તથા તેમના પડકારો અને વિશેષ જરૂરિયાતો વિશે વધારે જાગૃતિ લાવવા વર્લ્ડ એલ્ડર્સ ડેની ઉજવણી કરે છે.
પોતાની વિવિધ પહેલો અને પ્રવૃત્તિઓ સાથે અધાતા ટ્રસ્ટનો ઉદ્દેશ વયોવૃદ્ધ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે, જેથી તેમને તેમની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ પરત મેળવવામાં મદદ મળે છે. અધાતા મનોરંજક કાર્યક્રમો યોજીને વરિષ્ઠ નાગરિકો માટે ગુણવતાયુક્ત અને ટેકારૂપ વાતાવરણ ઊભું કરવા આતુર છે, જેમાં સભ્યોના પરિવારો અને મિત્રો પણ જોઈને આનંદ મેળવી શકે છે.
ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન્સ (આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ)ની ઉજવણી દુનિયાભરમાં દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ થાય છે. સંયુક્ત રાષ્ટ્રએ ચાલુ વર્ષી થીમ રાખી છે – “બદલાતી દુનિયામાં વરિષ્ઠ નાગરિકોની સક્ષમતા.” આ પહેલએ સરકારો, નાગરિક સમાજ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વ્યવસાયિકો, એકેડેમિયા, મીડિયા અને ખાનગી ક્ષેત્રને 10 વર્ષ માટે એકમંચ પર આવવાની, વયોવૃદ્ધ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા ખભેખભો મિલાવીને કામ કરવાની તક આપી છે.