Western Times News

Gujarati News

ટીકીટ કન્ફર્મ કરાવવામાં ૧૦૦૦થી ૧પ૦૦ વધારે લઈ એજન્ટોની કાળાબજારી

દિવાળી વેકેશનને લઈ ટ્રેનો ‘હાઉસફુલ’-ઉત્તર ભારત તરફની મોટાભાગની ટ્રેનોમાં વેઈટીંગ

(એજન્સી)અમદાવાદ, દિવાળીના વેકેશનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાના બે વર્ષ બાદ ચાલુ વર્ષે ગુજરાતીઓઅ ફરવાના મુડમાં જાેવા મળી રહયાાા છે. આ વર્ષે એક અઠવાડીયું મળ્યું હોવાથી લોકોએ દેશના ટુરીસ્ટ પ્લેસ પર અગાઉથી બુકીગ કરાવી દીધા છે.

હાલ લાંબા રૂટની તેમજ દિલ્હી, ગોવા, જમ્મુ તેમજ હરીદ્વાર સહીત અન્ય ટ્રેનો હાઉસફુલ કે પછી લાંબુ વેઈટીગ લીસ્ટ જાેવા મળી રહયું છે. ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં ર૦મી ઓકટોબરથી રપમી ઓકટોબર સુધી અમદાવાદથી મોટાભાગની ટ્રેનોમાં વેઈટીગ ર૦૦થી વધુ જાેવા મળી રહયું છે. આ સાથે કેટલીક ટ્રેનોમાં વેઈટીગ પણ મળવાનું બંધ થઈ ગયું છે.

અમદાવાદ ડીવીઝનના સીનીયર પીઆરઓએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઈ ટ્રેનોમાં લાંબુ વેઈટીગ લીસ્ટ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી સ્પેશીયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જાેકે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓને ઘસારો વધારે હોવાથી રીર્ઝવ ટીકીટ મળતી નથી.

ત્યારે એજન્ટો પણ સક્રીય થતો હોય છે. જેથી આરપીએફ દ્વારા એજન્ટો પર નજર રાખવામાં આવી રહી છે. બ્લેકમાં ટીકીટ વેચતા ઝડપાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આશ્રય એકસપ્રેસમાં ર૦૦થી વધુ વેઈટીગ યોગા એકસપ્રેસમાં પણ ૧૯૦થી વધુ વેઈટીગ ગોરખપુર એકસપ્રેસ ૩૦૦થી વધુ વેઈટી શાંતી એકસપ્રેસમાં વેઈટીગ પણ ફુલ થઈ જતાં નો-રૂમ લખાઈને આવે છે. જયારે સાબરમતી એકસપ્રેસમાં ર૦૦થી વધારે વેઈટીગ જાેવા મળી રહયું છે.

દિવાળી પહેલાંના શનીવારે મોટાભાગની ટ્રેનમાં વેઈટીગની પણ શકયતાઓ નહીવત દેખાઈ રહી છે. દિવાળી વેકેશનને લઈને મુસાફરોને ઘસારો વધવાથી વેઈટીગ વધતાં જ ટીકીટ કાઉન્ટરોની આસપાસ એજન્ટો પણ સક્રીય બન્યા છે.

ટીકીટોમાં વેઈટીગ હોવા છતાંય કન્ફર્મ કરાવી આપવાની બાંહેધરી આપીને મોટી રકમ વસુલાત કરતાં લોકો પણ સક્રીય બન્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટીકીટને કન્ફર્મ કરી આપવા માટે એજન્ટો ટીકીટની કિંમત પર ૧૦૦૦થી ૧પ૦૦ રૂપિયા વધારે લઈને કાળાબજારી કરી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.