Western Times News

Gujarati News

અમદાવાદમાં ફલેટ-બંગલાનું મહિને પાંચ લાખ ભાડુંઃ નવો ટ્રેન્ડ

અમદાવાદમાં કરોડપતિ ભાડુઆતોમાં વધારોઃ યુવા ઉધોગ સાહસિકો, ડોકટર્સ તેમજ મલ્ટિનેશનલ કંપનીમાં ટોચના હોદા પર કામ કરતા લોકો અલ્ટ્રા મોર્ડન ઘર ખરીદવાને બદલે ભાડે લેવાનું પસંદ કરી રહયા છે

(એજન્સી)અમદાવાદ, શહેરમાં લકઝરી હોમ્સની ડિમાન્ડ સતત વધી રહી છે. હવે તો ઉચ્ચ પગાર અથવા વમોટી આવક ધરાવતા પ્રોફેશનલ એકિકયુટીવ્સ અને ઉધોગ સાહસીકો પ્રોપર્ટી ખરીદવાવને બદલે તેને ભાડે લેવાનું વધુ પસંદ કરી રહયા હોય તેવું ચિત્ર ઉપસી રહયું છે.

આપને કદાચ જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ જેવા શહેરમાં હવે મહીને પાંચ લાખ રૂપિયા ભાડું હોય તેવા મકાનો પણ ઉપલબ્ધ છે. અને આવા ભાડુઆતો પણ વધી રહયા છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મહીને દોઢથી પાંચ લાખ રૂપિયા ભાડું હોય તેવી રેસીડેન્સીયલ પ્રોપર્ટીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહયું છે.

ડિસ્પોઝલ આવક વધતા લોકો સારી લાઈફસ્ટાઈલ ઝંખી રહયા છે. અને તેના કારણે અનેકવીધ સવલતો ધરાવતામોઘાદાટ મકાનો ભાડે લેવાનું પસંદ કરી રહયા છે. ખાસ કરીને કોરોના બાદ મોટા મકાનમાં શીફટ થવાનો ટ્રેન્ડ વધ્યોછે. જેના કારણે લકઝુરીયસ બંગ્લોઝ અને ફલેટસના ભાડા પણ વધ્યા છે.

મહીને એક લાખ રૂપિયા ભાડુેં હોય તો જાણે હવે સામાન્ય વાત બનતી જાય છે. ફાઈવસ્ટાર હોટેલ્સનું રોજનું દસ હજાર રૂપિયા જેટલું ભાડું કોમન ગણાય છે. પરંતુ હવે તો અમદાવાદીઓમાં આટલા રૂપિયા મકાન ભાડે રાખવામાં ખર્ચી રહયા છે. તેમને ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ તેજસ જાેષીનું કહેવું છે.

ક્રેડાઈના સેક્રેટરી વિરલ શાહ જણાવે છે કે, અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં લકઝયુરીયસ ફલેટસ અને બંગલોના ૩પ૦૦ યુનીટસ બન્યા છે અને તેમાંના ૧પ ટકા તો હાલ ભાડા પર રખાયા છે. અમદાવાદ સ્થિત એક ડેવલપમેન્ટનું કહેવું છે કે, નાની ઉંમરના ઉધોગ સાહસીકો અને મલ્ટીનેશનલ કંપનીઓના ટોપ એકિકયુટીવ લકઝરી ફલેટસ અથવા

બંગલાને જાે ખરીદવા જાય તો તેનો ઈએમઆઈ મહીને ત્રણેક લાખ રૂપિયા જેટલો આવે પરંતુ આમ કરવાને બદલે તેઓ આ જ પ્રોપર્ટી દોઢથી પોણા બે લાખ રૂપિયામાં ભાડે લઈ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરી રહયા છે.છેલ્લા બે વર્ષથી ડીમાન્ડ વધતા શહેરમાં ઘણા બિલ્ડર્સ ૪-પ બીએચકે એપાર્ટમેન્ટ બનાવી રહયા છે.

જેમાં કલબ કલાસ એમીનીટઝપુરી પાડવામાં આવે છે. અમદાવાદ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔધોગીકરણ ખુબ જ ઝડપથી થઈ રહયું છે. જેના કારણે અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પણ અહી ઓપરેટ કરી રહી છે.

આ કંપનીઓમાં કામ કરતા ટોપ એકિઝકયુટીવ અમદાવાદના બહારના વિસ્તારોમાં રહે છે. અને લકઝકરી બંગલાનું તગડું ભાડું ચુકવે છે. શહેરના એક ડેવલપર જણાવે છે કે, મલ્ટીનેશનલ કંપનીઓમાં વિદેશી એકિઝકયુટીવસસ્ટાફ અને અન્ય સર્વીસ ધરાવતા ઘર ભાડે લેવાનું વધુ પસંદ કરે છે.

જેને ધ્યાનમાં રાખી બિલ્ડર્સ પણ આવી સ્કીમ બનાવી રહયા છે. માત્ર એકિઝકયુટીવ્સ જ નહી ડોકટરો અને બિલ્ડર્સ પણ પાંચ હજાર ચોરસ ફુટથી વધુની પ્રોપર્ટી પણ ભાડે લેવાનું પસંદ કરી રહયા છે. ઘણા કેસમાં તેમની પોતાની પ્રોપર્ટીનું રીનોવેશન થઈ રહયું હોવાના કારણે પણ તેઓ ભાડે રહી રહયા છે.

અગાઉ અમદાવાદમાં લકઝરી પ્રોપર્ટીના ઓપ્શન ઘણા ઓછા હતા. જાેકે, હવે સમગ્ર ચિત્ર બદલાઈ રહયું છે. અને હાઈ-એન્ડ પ્રોોજેકટસ પણ વધી રહયા છે. જેમાં ભાડુઆતોની સંખ્યા પણ નાની નથી હોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.