Western Times News

Gujarati News

ચૂંટણીના દિવસે રજા લઇને મતદાન નહીં કરનાર કર્મચારી સામે થશે કડક કાર્યવાહી થશે

અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ વખત ૧,૦૦૦ થી વધુ કોર્પોરેટ કંપનીઓએ વિધાનસભા ચૂંટણીમાં મત ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ (EC) સાથે કરાર કર્યા છે. આમાં તે ખાનગી કંપનીઓને મોનિટર કરવા માટે કહેશે કે કેટલા કર્મચારીઓ ચૂંટણીના દિવસે વિશેષ રજાનો લાભ લે છે પરંતુ મતદાન નથી કરતા.

આ માટે હવે પ્રાઈવેટ કંપનીઓ નોડલ ઓફિસરની નિમણૂક કરશે જેઓ વોટિંગ ન કરનારા કર્મચારીઓ પર નજર રાખશે. એટલું જ નહીં, વોટિંગ ન કરનારા કર્મચારીઓના નામ કંપનીની વેબસાઈટ કે નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે.

ગુજરાતના મુખ્‍ય ચૂંટણી અધિકારી (CEO) પી ભારતીએ કહ્યું કે અમે ૨૩૩ એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા છે, જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત અમે ૧,૦૧૭ કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓની ચૂંટણીમાં ભાગીદારી પર નજર રાખીશું. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્‍યું હતું કે ૨૦૧૯ની સામાન્‍ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછા મતદાનની ટકાવારી ધરાવતા સાત જિલ્લાઓમાંથી ચાર મેટ્રોપોલિટન શહેરો હતા. શહેરી વિસ્‍તારોમાં મતદાનની ટકાવારી સામાન્‍ય રીતે ઓછી હોય છે, જેના કારણે એકંદરે ઓછું મતદાન થાય છે. તેમણે કહ્યું કે મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઉત્‍સાહ માત્ર સોશિયલ મીડિયા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ.

જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૫ગ્‍ મુજબ, કોઈપણ વ્‍યવસાય, વેપાર, ઔદ્યોગિક ઉપક્રમ અથવા અન્‍ય કોઈપણ સંસ્‍થામાં નોકરી કરતા અને સંસદ અથવા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર હોય તેવા મતદારને રજા મળવી જોઈએ. રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારો હંમેશા અધિનિયમ, ૧૮૮૧ની કલમ ૨૫ હેઠળ મતદાનના દિવસે રજા જાહેર કરે છે.

ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી (GCCI) એ જણાવ્‍યું હતું કે તેના મોટાભાગના સભ્‍યો MSME (માઈક્રો, સ્‍મોલ એન્‍ડ મીડિયમ ઈન્‍ડસ્‍ટ્રીઝ) એકમો ચલાવતા હોવાથી તેઓ મતદાનના દિવસે કામદારોને રજા આપી શકશે નહીં.

GCCIના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્‍યું હતું કે ચૂંટણી પંચ સાથેના અમારા કરાર મુજબ અમે અમારા કાર્યકરોને બહાર જઈને મતદાન કરવાની સુવિધા આપીશું. અમે રજા આપી શકીશું નહીં, પરંતુ અમે સમયનો સ્‍લોટ નક્કી કરીશું અને પરિવહનની વ્‍યવસ્‍થા કરીશું. આ સુવિધા માત્ર સ્‍થાનિક કામદારો માટે જ હશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.