Western Times News

Gujarati News

રાજ્યમાં ગુલાબી ઠંડી વચ્ચે અનેક વિસ્તારોમાં ઝાપટાં

પ્રતિકાત્મક

અમદાવાદ, હાલ રાજ્યમાં ગરમી અને ઠંડી એમ બેવડી મોસમનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ છવાયો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે જગતના તાતને પોતાના પાકમાં નુકસાનની ભીતી સેવાઇ રહી છે.

આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. નવસારીના વરસાદની વાત કરીએ તો, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાંજ બાદ અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે.

સ્થાનિક ખેડૂતોનાં નાગલી, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યાપી રહી છે. ડાંગનુ ગિરિમથક સાપુતારામાં કુદરત સોળે કળાએ ખીલી છે. ગઈકાલ રાત્રે પડેલા વરસાદ બાદ વહેલી સવારે સાપુતારાના સર્પગંગા તળાવમાં નયનરમ્ય દ્રશ્યો જાેવા મળ્યા. શાંત તળાવના પાણીમાં પ્રકૃતિનુ પ્રતિબિંબ જાેવા મળ્યુ, હાલમાં સર્પગંગા તળાવમાં પ્રકૃતિનું મીરર વ્યૂ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા ડાંગ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. જે પ્રવાસીઓને ચોક્કસથી આકર્ષશે. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે અને વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. જેના લીધે સાપુતારા ફરવા આવેલા લોકોનો આનંદ બમળો થયો છે.

રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે ૪૧.૮ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજાે. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે. ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.