Western Times News

Gujarati News

અમદાવાદની નવ ટેક કંપનીએ સશસ્ત્ર દળો માટે LiFi સંચાલિત ટેક્નોલોજી વિકસાવી

પ્રતિકાત્મક

ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022 ખાતે સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા ટેક પ્રોડક્ટનું લોન્ચિંગ

ગુજરાત સ્થિત કંપની ભારતીય સૈન્યના કાફલાની મુવમેન્ટ માટે સૌથી સલામત, ટ્રેસ ન કરી શકાય તેવું અને અટકાવી ન શકાય તેવું કમ્યૂનિકેશન સોલ્યુશન પૂરું પાડશે

અમદાવાદ, ભારતીય સશસ્ત્ર દળો હવે ખૂબ જ સંવેદનશીલ અને સિક્યોરિટી ઝોન ખાતે પરસ્પર સંદેશાવ્યવહાર માટે સૌથી સુરક્ષિત અને સલામત તેમજ હેક ન કરી શકાય તેવા કમ્યુનિકેશન ટૂલનો ઉપયોગ કરી શકશે.

અમદાવાદ સ્થિત નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે (નવ ટેક) વિશ્વની સૌપ્રથમ ક્રાંતિકારી લાઇફાઇ આધારિત એમઆઈએલ વ્હીકલ ટૂ વ્હીકલ (વીટુવી) ટેક્નોલોજી સોલ્યુશન લૉન્ચ કર્યું છે જે ગોપનીય માહિતી અને ડેટાના આદાન પ્રદાન માટે ભારતીય સશસ્ત્ર દળો માટે ગેમ ચેન્જર સાબિત થશે. ગુજરાતના ગાંધીનગરમાં આયોજીત દ્વિવાર્ષિક 12મા ડિફેન્સ એક્સ્પો ખાતે વીટુવી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી હતી.

આ ટેક્નોલોજી અંગે જાણકારી આપતા નવટેક વાયરલેસ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીટીઓ  હાર્દિક સોનીએ કહ્યું હતું કે “અમને વીટુવી લોન્ચ કરતા ખુશી થાય છે જે આપણા સશસ્ત્ર દળો માટે ઓપ્ટિકલ લાઈફાઈ આધારિત વાયરલેસ કોમ્યુનિકેશન  છે જેમાં અમે વાહનોની એલઈડીનો ડેટા ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ.

લાઇટ પર આધારિત આ ટેક્નોલોજી ખૂબ જ સુરક્ષિત, ઝડપી અને ઇન્સ્ટોલ કરવામાં સરળ છે. અમે એક વ્હીકલથી બીજા વ્હીકલ સુધી ડેટા ટ્રાન્સફર કરવા માટે લાઇટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીએ છીએ. તે સૌથી સુરક્ષિત, એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ અને હેકિંગ ફ્રી છે. ઓછા વીજ વપરાશથી સંચાલિત આ ટૂલને અન્ય ટેક્નોલોજી કરતા સરળ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે.

કલ્પના કરો કે ભારતીય સૈન્યનો કાફલો એક સ્થળેથી બીજા સ્થળે જઇ રહ્યો છે જ્યાં એકબીજા સાથે લોકેશન શેર કરવું, અન્યના લોકેશનને જાણવું, ખતરો ધરાવતા સિગ્નલ અંગે જાણવું એ દરેક અત્યંત ગોપનીય હોય છે. હાલની કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં રેડિયો ફ્રિકવન્સી અને માઇક્રોવેવ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

વ્હીકલ પર હોય કે કોઇ સૈનિક ફિલ્ડમાં હોય, તેઓએ યોગ્ય અવાજ સાંભળવા માટે તેમની સાથે એક ભારે ભરખમ ઉપકરણને લઇને ફરવું પડે છે જેનાથી વધુ અવાજ પણ થાય છે. રેડિયો ફ્રિકવન્સી  ટેક્નોલોજીનો બીજો ગેરફાયદો ડિવાઇઝ હેક થવાનો ડર છે. રેડિયો ફ્રિકવન્સી ટેક્નોલોજી વધુ લેટેન્સી ધરાવતી હોવાથી સંદેશાવ્યવહારને હેક કરી શકે છે તેમજ હેકર્સ રેડિયો ફ્રિકવન્સીને પણ અટકાવી શકે છે.

એમઆઈએલ વીટુવી કોમ્યુનિકેશન માટે, નવ ટેક તેના પેટન્ટ કરાયેલા લાઈફાઈ ટ્રાન્સિવર્સને વાહનની હેડલાઇટ અને ટેઇલલાઇટ્સમાં ઇન્સ્ટોલ કરશે જેનાથી ડુપ્લેક્સ કોમ્યુનિકેશન મોડમાં ડેટાનું સુરક્ષિત અને સલામત આદાન પ્રદાન થઇ શકશે. લાઇટ મીડિયમ વ્હીકલ 100 મીટરની રેન્જમાં હેડલાઇટ અને ટેઇલલાઇટનો ઉપયોગ કરીને એક સ્થળેથી અન્ય સ્થળે સંદેશાને સુરક્ષિત રીતે પહોંચાડી શકે છે. પેટેન્ટેડ લાઇફાઇ ટ્રાન્સિવર મોટરાઇઝ્ડ ચેનલ ધરાવે છે જે રેડિયસમાં રહેવા માટે હેડલાઇટ બલ્બ સાથે સ્વચાલિત રીતે સમન્વય સાધી શકવા માટે સક્ષમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.