Western Times News

Gujarati News

અનેક એવા પ્રોજેક્ટ્સ જે રાજકોટને અનેક ગણું શક્તિશાળી બનાવશે : વડાપ્રધાન

રાજકોટનું રૂણ કયારેય પુરુ ન કરી શકાય. હું રાજકોટનો કર્જદાર છું. એક વિદ્યાર્થીના રૂપમાં રાજકોટવાસીઓથી ઘણુ શિખ્યો છું.

રાજકોટ :ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ (BJP Gujarat Media Cell)  એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વિકાસ પુરુષ તેમજ દેશને આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશા આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો (Prime Minister Narendra Modi Road Show Rajkot Gujarat) ભવ્ય રોડ શો રાજકોટ ખાતે યોજાયો હતો.

રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ-શોમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી પર ગુલાબના ફુલોનો વરસાદ કરી આવકાર્યા અને સમગ્ર રૂટ ભગવા કલરથી રંગાઇને કેસરીયો થયો હતો.

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ખુલ્લી જીપમાં સવારી કરી રાજકોટવાસીઓનું અભિવાદન સ્વીકાર્યુ. રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે રૂ.6990 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત,લોકાર્પણ તથા વિકાસના કામોની જાહેરાત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી હરદીપસિંઘ પુરી (Hardeepsingh Puri) , રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendrabhai Patel) અને કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા (Vajubhai Vala) , રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીએ રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી ભવ્ય સ્વાગત કર્યુ.

નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે રાજકોટવાસીઓએ જે ભવ્ય પ્રેમ અને આવકાર આપ્યો છે તેથી રાજકોટને શત શત નમન.રાજકોટ સહિત પુરા સૌરાષ્ટ્રના વિકાસ માટે આજે અનેક પ્રોજકેટ પુરા થયા તેને દિવાળીની ભેટ તરીકે જનતાના ચરણોમાં ઘર્યા છે.

વિકાસના કાર્યોથી નાગરીકોને ખૂબ લાભ મળવાનો છે. આજે નવી ટેકનીકથી સુંદર મકાનો બનેલા છે તેમના માલિક બનેલા બહેનોને વંદન. ગત 21 વર્ષમાં ગુજરાતની જનતાએ અનેક સપના જોયા તેને સાકાર કરવાનો ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, મારા માટે રાજકોટ પહેલી પાઠશાળા હતી. જે રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીનું સૌભાગ્ય હતું કે પોરબંદરમાં જન્મ્યા અને રાજકોટમાં પાઠશાળા મળી તેમ મારુ સૌભાગ્ય હતું કે ઉત્તર ગુજરાતમા જન્યો અને રાજકોટમાં રાજકારણના પહેલા પાઠ શિખ્યો.

રાજકોટની જનતાના આશિર્વાદની તાકાત છે કે અમારી જવાબદારી વધતી જ જાય છે. આપણા વજુભાઇએ સિટ ખાલી કરી અને મને રાજકોટ મોકલ્યો અને રાજકોટવાસીઓએ મને વઘાવી લીધો અને આ યાત્રાના કારણે ગુજરાત સાથે દેશ વિકાસની નવી ઉંચાઇ સર કરી રહ્યો છે. રાજકોટનું રૂણ કયારેય પુરુ ન કરી શકાય. હું રાજકોટનો કર્જદાર છું. એક વિદ્યાર્થીના રૂપમાં રાજકોટવાસીઓથી ઘણુ શિખ્યો છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.