ગોમતીપુરમાં જૂની અદાવતમાં બે જુથ સામસામેઃ પત્થરમારામાં કેટલાંક ગંભીર રીતે ઘાયલ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એ માટે તંત્ર દ્વારા સતત પગલાં લેવાઈ રહ્યા છે. તેમ છતાં છેક કાર્યવાહી ઓછી હોય એવો શહેરનો માહોલ છે. એક તરફ ઉચ્ચ અધિકારીઓ શહેરમાં શાંતિ હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્તરે ક્રાઈમનું લેવલ સતત વધી રહ્યુ છે. ખાસ કરીને ચાલી જેવા વિસ્તારોમાં સ્થાનિક લુખ્ખા ત¥વો અથવા તો બે ટોળા વચ્ચે થતી જૂથ અથડામણો પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બની રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવતા હવે બે પક્ષો વચ્ચે થતી માથાકૂટની ફરીયાદો વધી છે. જેના પગલે શહેરના કોટ વિસ્તારમાં અવારનવાર પત્થરમારો તથા સશ† હુમલાના બનાવો બની રહ્યા છે.
આવોજ એક વધુ બનાવ ગોમતીપુરમાં બન્યો છે જેમાં પઠાણની ચાલી ખાતે બે ટોળા સામસામેઅ ાવી ગયા હતા. અને જૂની અદાવતને પગલે એકબીજા પર ભારે પત્થરમારો કરી તલવાર પાઈપો વડે હુમલો કરતા કેટલાક વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસને જાણ થતાં જ જવાબદારોની અટક કરીને કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગોમતીપુર ખાતે આવેલી પઠાણની ચાલી અને તેની બાજુમાં આવેલી વિક્રમ મિલ નજીક રહેતા નાગરીકો વચ્ચે અગાઉ કોઈ બાબતે મનદુઃખ થતાં ઝઘડો થયો હતો. આ બબાલ ઉગ્ર થયા બાદ બંન્ને પક્ષો વચ્ચે અવારનવાર ચકમક ઝરતી હતી.
સોમવારે સવારે અગીયાર વાગ્યાના અરસામાં પઠાણની ચાલીના રહીશો પોતાના ઘર આગળ ઉભા હતા. એ સમયે વિક્રમ મિલના કેટલાંક લોકો ત્યાં આવ્યા હતા.
અગાઉનો રોષ બંન્ને પક્ષો એકબીજાને જાતા અચાનક ફૂટી નીકળતા પ્રથમ બોલાચાલી થયા બાદ બંન્ને પક્ષે એક પછી એક વ્યક્તિઓ જાડાતા ટોળાબંધી રચાઈ હતી. અને ગણતરીની સેકન્ડોમાં જ પઠાણની ચાલી ખાતે ભારેલા અગ્ની જેવી સ્થિતિ બની જતાં બંન્ને પક્ષો હથિયાર લઈ સામસામે આવી ગયા હતા. અને તલવાર, ધારીયા, પાઈપો, તથા લાકડાના દંંડા જેવા હથિયારો લઈ એકબીજા પર તૂટી પડ્યા હતા.
ઉપરાંત ટોળામાંથી કેટલાંક ઈસમોએ પત્થરમારો શરૂ કરતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. પત્થરમારાના કારણેકેટલીક મિલકતો અને વાહનોને ભારે નુકશાન પહોંચ્યુ છે. જ્યારે આ હિંસક અથડામણ ચારથી પાંચ જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે અન્ય કેટલાંકને સામાન્ય વાગતા તમામને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં કેટલાંકની સારવાર ચાલી રહી છે. જ્યારે કેટલાંકની પ્રાથમિક સારવાર કર્યા બાદ જ્વા દેવાયા હતા.
સવારે બનેલી આ ઘટનાની જતા થતાં જ ગોમતીપુર પોલીસ ગંભીરતા સમજી તુરંત જ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો સંભાળી લીધો હતો. બાદમાં જવાબદાર ત¥વોની અટક કરીને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સામસામે ફરીયાદ કરવામાં આવી છે અને પક્ષોએ એકબીજાને ઉશ્કેરવાના આક્ષેપો મુક્યા છે.
પઠાણની ચાલી ખાતે રહેતાં જશીબેન પટણીએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે ચાલીમાં અંબે માતાના મંદિર નજીક બંધ પડેલા જાહેર શૌચાલયને તોડીને એ સ્થળે કોર્પોરેશન દ્વારા આંગણવાડી તથા બગીચો બનાવવાનું કામ કરતા હતા. એ સમયે સોની મોહનલાલની ચાલી ખાતે રહેતા સુરેન્દ્રસિંગ ઉર્ફેે મેમ્બર તથા અન્ય કેટલાંક ઈસમો ત્યાં આવીને શૌચાલયછ તોડવાની અરજી કોણે કરી હતી એમ કહીને ઝઘડવા લાગ્યા હતા.
જ્યારે સોની મોહનલાલની ચાલીમાં રહેતા સુરેન્દ્રસિંગની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે પોતે પરિવાર સાથે પઠાણની ચાલી ખાતે આવેલા મંદિરે ે ગયા ત્યારે તેમાં પ્રવેશ કરવા અને દર્શન કરવા બાબતે ત્યાંના રહીશોએ બબાલ કરતાં મામલો બિચક્યો હતો.
પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પુરૂષો ઉપરાંત મહિલા પણ ગુનામાં સામેલ હતી. પોલીસે તાબડતોબ પગલાં લેતા ૧પ થી ૧૭ લોકોની અટકાયત કરી છે. જ્યારે અન્ય કેટલાંકને શોધવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત વિસ્તારમાં વધુ પોલીસ દળ ગોઠવી કોઈ બનાવ ન બને એ માટે ચાંપતો બંદોબસ્ત ગોવવામાં આવ્યો છે.