Western Times News

Gujarati News

દાણીલીમડાઃ ઓફિસમાં જુગાર રમતાં ૯ વહેપારીઓ ઝડપાયા

Files Photo

દાણીલીમડા વિસ્તારમાં હોટલ કોઝીની પાછળ એસ્ટેટમાં પોલીસનો દરોડોઃ
વૈભવી કારો સહિત  કુલ રૂ.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે અને ઠેરઠેર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાનમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતની અંદર એક ફેકટરીની ઓફિસમાં કેટલાક વહેપારીઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા ગઈકાલ મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા વહેપારીઓ : (૧) પરાગ સુરેશભાઈ અમીન (પાલડી) (ર) કિશોર રામેશ્વર ખીચડ (વટવા) (૩) હરજીવન છગનભાઈ પટેલ (ઈસનપુર) (૪) જીગ્નેશ નાનાલાલ શાહ (શાહીબાગ) (પ) સંજય છગનભાઈ ચૌધરી (મણિનગર) (૬) જીતેન્દ્ર ગણેશભાઈ પટેલ (મણિનગર) (૭) દિલીપ મોતીલાલ (કાંકરિયા રોડ) (૮) અમિત રાધેશ્યામભાઈ (સેટેલાઈટ) (૯) પૂર્વીન રણછોડભાઈ ઠકકર (મણિનગર)નો સમાવેશ થાય છે.

જેમાં ૯ જેટલા વહેપારીઓ જુગાર રમતા ઝડપાયા હતા અને સ્થળ પરથી મોંઘીદાટ ગાડીઓ સહિત કુલ રૂ.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જુગાર રમતા વહેપારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં અને રાતભર પોલીસ ઉપર પણ ભારે દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર પોલીસે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓએ કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો સ્થાનિક પોલીસને આપ્યા છે જેના પગલે શહેરભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાંથી મોટાભાગના વિદેશી દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે જયારે કેટલાક સ્થળો પર હજુ પણ જુગારના અડ્ડા ધમધમી રહયા છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં આ પ્રવૃતિ ધમધમતી હોય છે જેના પરિણામે અમદાવાદ શહેર અને જિલ્લા પોલીસ સતત વોચ રાખતી હોય છે.

અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારી બાતમી પોલીસને મળી હતી. કોઝી હોટલની પાછળ પુરષોત્તમ એસ્ટેટમાં દર્શન ઈનટેક્ષની ઓફીસમાં કેટલાક વહેપારીઓ ભેગા થઈને જુગાર રમી રહયા છે.
આ બાતમી મળતા જ દાણીલીમડા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને રાત્રે ૯.૩૦ની આસપાસ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઈ આર.એસ. ગોહીલની આગેવાનીમાં ટીમોએ દર્શન ઈનટેક્ષની ઓફીસની બહાર વોચ ગોઠવી હતી. સ્થળ પર મોંઘીદાટ ગાડીઓ પણ પડેલી જાવા મળતી હતી.

રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પીએસઆઈ ગોહીલની આગેવાનીમાં પોલીસ ટીમે આ ઓફિસમાં દરોડો પાડતા જ અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ અધિકારી ચોંકી ઉઠયા હતાં ઓફિસની અંદર ૯ જેટલા વહેપારીઓ જુગાર રમતા હતાં પોલીસને જાતાં જ વહેપારીઓએ નાસભાગ કરી મુકી હતી પરંતુ તમામને રંગે હાથ જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતાં.

પોલીસે સ્થળ પરથી કુલ ૯ આરોપીઓને ઝડપી લીધા બાદ દાવમાં પડેલા રૂ.૧૯ હજાર રોકડા તથા આરોપીઓનું અંગ જડતી કરતા તેઓની પાસેથી કુલ રૂ.૪.૪૭ લાખ રોકડા મળી આવ્યા હતાં

આ ઉપરાંત ૧૩ જેટલા મોબાઈલ ફોન પણ ઓફિસમાંથી કબજે કરવામાં આવ્યા હતાં આ તમામ વહેપારીઓની ધરપકડ કરી દાણીલીમડા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતાં.

કારખાનાની ઓફિસમાંથી જુગાર રમતા ૯ વહેપારીઓ ઝડપાયા હોવાની વિગતો મળતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા બીજીબાજુ રાતભર પોલીસ સ્ટેશનમાં ભારે ચહલપહલ જાવા મળતી હતી.

આ કેસને દબાવવા માટે પોલીસ પર ભારે દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહયું છે પરંતુ પોલીસે કોઈ પણ દબાણને વશ થયા વગર તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

૯ વહેપારીઓને જુગાર રમતા ઝડપી લીધા બાદ પોલીસ અધિકારીઓએ જુગારના સાધનો કબજે કર્યાં છે અને આરોપીઓની વૈભવી કાર પણ કબજે કરી છે. જેમાં કૈટ્રા ગાડી, ફોરર્ચુન ગાડી તથા આઈ-૧૦ ગાડીઓનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ.૭૭.પ૦ લાખની કારોનો જથ્થો કબજે કર્યો હતો. આમ દાણીલીમડા પોલીસે કુલ રૂ.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.