અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાંઃ ચીકનગુનિયાના કેસો વધ્યા
મ્યુનિ. તંત્રની અપુરતી કામગીરીથી રોગચાળો વકર્યોઃ સ્માર્ટ સીટીના દાવા વચ્ચે શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા : શહેરમાં ચીકનગુનીયાના કેસોમાં ચિંતાજનક વધારો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત રાજયમાં સતત પડી રહેલા વરસાદ અને મ્યુનિ. કોર્પો.ની બેદરકારી તથા નિષ્ક્રિયતાના કારણે આજે સમગ્ર શહેર રોગચાળાના ભરડામાં સપડાઈ ગયું છે અને શહેરમાં રોજે રોજ ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જાવા મળી રહયા છે જેના પરિણામે મચ્છરજન્ય રોગચાળામાં નાગરિકો સપડાઈ રહયા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં જ નોંધાતા દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવી રહયો છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહયા છે. જા તેની તપાસ કરવામાં આવે તો મોટો આંકડો બહાર આવે તેમ છે. બીજીબાજુ કોર્પોરેશનના તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
અમદાવાદ શહેરમાં સતત વરસાદ પડવાના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા આ ઉપરાંત હજુ પણ છુટોછવાયો વરસાદ પડી રહયો છે આ પરિÂસ્થતિમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જાવા મળી રહયા છે. સમાર્ટ સીટી બનાવવાની જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો શહેરમાં જાવા મળી રહયા છે. અમદાવાદ શહેરમાં ગંદકીના ઢગલાઓના કારણે તથા પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. કોર્પોરેશન દ્વારા અસરકારક કામગીરી નહી કરાતા આ પરિસ્થિતિમાં વધુને વધુ ખરાબ થઈ રહી છે. અમદાવાદ શહેરમાં રોગચાળામાં સપડાતા નાગરિકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે રાજય સરકાર પણ ચિંતીત બની છે.
અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ખૂબ જ વધારો થયો છે અને તેમાં ૯ જેટલા નાગરિકોના મોત પણ નીપજયા છે જેમાં બાળકોનો સમાવેશ પણ થાય છે. અમદાવાદ શહેરમાં હોસ્પિટલમાં પથારીઓ પણ ખૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં તમામ વોર્ડોની અંદર હાલ દર્દીઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે. મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. અમદાવાદ શહેરની સિવીલ્ હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના ૧૪૦૦થી વધુ કેસો નોંધાયા છે
જાકે તેમાં કેટલાક કેસો અમદાવાદ બહારના પણ છે. ઓકટોબર મહિનામાં ડેન્ગ્યુના સૌથી વધુ ૮૦૮ કેસો નોંધાયા હતાં. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં થયેલા ચિંતાજનક વધારાથી સામાન્ય નાગરિકો તેમાં સપડાયેલા છે જેના પરિણામે સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયેલો છે. શહેરમાં ઝેરી મેલેરિયાના પણ ૧પ૭ કેસો નોંધાયા છે જયારે ડેન્ગ્યુના કુલ ૩૩૪પ કેસો નોંધાયા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના પણ ૩૯૦૧ કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં સતત વરસાદ પડવાથી સફાઈની કામગીરી યોગ્ય રીતે કરવામાં નહી આવતા આ રોગચાળો વકર્યો હોવાનું મનાઈ રહયું છે. આગામી દિવસોમાં પરિસ્તિતિ વધુ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા મચ્છર ઉત્પતિના સ્થળો ઉપર ચેકીંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરી અસરકારક નહી હોવાનું મનાઈ રહયું છે. શહેરમાં આ વખતે ચીકનગુનિયાના પણ કેસો સૌથી વધુ નોંધાયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર દેશમાં ગુજરાત ચીકનગુનીયાના કેસમાં બીજા નંબરે રહયું છે જે કોર્પોરેશન તંત્રની પોલ ખોલે છે. અમદાવાદ શહેરમાં ચીકનગુનિયાના કુલ ૧૦પ૮ કેસો નોંધાયા છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા રોગચાળાને ડામવા માટે વોલેન્ટર્સની ભરતી કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી પણ અસરકારક રીતે થઈ શકી નથી.
અમદાવાદ શહેરમાં વધતી જતી રોગચાળાની સ્થિતિને ડામવા માટે હવે રાજય સરકાર પણ એલર્ટ થઈ છે. અમદાવાદ શહેર ઉપરાંત રાજકોટ, જામનગર, સુરત શહેરમાં પણ આજ સ્થિતિનું નિર્માણ થયું છે. જાકે સુરત મ્યુનિ. કોર્પો.ની સક્રિયતાના કારણે પરિÂસ્થતિ કાબુમાં આવી ગઈ છે. પરંતુ અમદાવાદમાં પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. અમદાવાદ શહેરમાં ઠંડી વધવાની સાથે સાથે હવે ચીકનગુનિયાના કેસો પણ વધવાની દહેશત સેવાઈ રહી છે.
કોર્પોરેશનનું તંત્ર સફાળુ નહી જાગે તો શહેરીજનો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર સરકારીહોસ્પિટલમાં જ દાખલ થતા દર્દીઓની સંખ્યા જાહેર કરવામાં આવી રહી છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહયા છે. જયારે કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ યોગ્ય સારવાર ના અભાવે ગંભીર સ્થિતિમાં મુકાઈ રહયા છે. મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા કેટલાક વિસ્તારોમાં જ સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર શહેરમાં સર્વે કરવામાં આવે તો રોગચાળાની સાચી સ્થિતિ બહાર આવે તેમ છે.