Western Times News

Gujarati News

પાટીદાર મહિલા ઉદ્યોગ સાહસિકની કંપનીનો સ્ટોલ ડિફેન્સ એક્સપોમાં

રાજકોટના મહિલા ઉદ્યોગ સાહસિક પ્રીતિ પટેલની રેસ્પિયેન કંપનીનો સ્ટોલ પણ ડિફેન્સ એક્સ્પોમાં છે. ગઈકાલે અત્રે રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ અને પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરીયા સાથેએ આ રેસ્પિયેન કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ‘મેડ ઈન રાજકોટ’ હથિયારો પર હાથ અજમાવ્યો હતો. તસવીરમાં પ્રીતિબેન પટેલ પણ નજરે પડે છે.

ડેફએક્સ્પો-2022 અંતર્ગત અંદાજે રૂ. 1.53 લાખ કરોડના 451 એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. જેના થકી ઈન્ડસ્ટ્રી ટુ ઈન્ડસ્ટ્રી, ઈન્ડસ્ટ્રી ટુ સ્ટેટ ગવર્મેન્ટ અને ઈન્ડસ્ટ્રી ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સહયોગ પ્રાપ્ત કરવા તેમજ તે અંગેના લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદરૂપ થશે.

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે આભાર વિધિ કરી હતી. ‘બંધન’ સમાપન સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, ગુજરાત સરકારના રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ભારતીય વાયુ દળના વડા આર.વી. ચૌધરી, નૌકાદળના વડા આર.હરિકુમાર,

ભૂમિદળના વડા મનોજ પાંડે, ડીઆરડીઓના ચેરમેન ડો.સમીર કામત સહિત સંરક્ષણ મંત્રાલયના તેમજ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, એફઆઈસીસીઆઈના હોદ્દેદારો, રોકાણકારો, ઉદ્યોગપતિઓ,સંરક્ષણ ઉપકરણ કંપનીઓના પ્રતિનિધિઓ, સંરક્ષણ તજજ્ઞો સહભાગી થયા હતા.

આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડીઆરડીઓ દ્વારા વિવિધ કંપનીઓને લાયસન્સિંગ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા.

સંરક્ષણ ક્ષેત્રમાં આવનારા આ રોકાણથી આગામી સમયમાં દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ડેફએક્સ્પો-2022નું સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ ગુજરાત સરકારનો તેમણે આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.