ગુજરાતમાં ચૂંટણીટાણે અચાનક જ વધી રિક્ષાવાળાઓની ડિમાન્ડ
અમદાવાદ, વિધાનસભા ચૂંટણીની તારીખો હવે થોડા જ દિવસોમાં જાહેર થવા જઈ રહી છે. અને દરેક રાજકીય પાર્ટીઓ જાેરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. એવું લાગે છે રાજકીય પાર્ટીઓ ટોપગીયરમાં ૨૪ સે કલાક કામ કરી રહી છે. અહીં ટોપગીયર એટલા માટે કહેવું પડી રહ્યું છે.
કારણ કે, આ વખતે પહેલી વાર ચૂંટણી પ્રચારમાં રિક્ષાનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. ચૂંટણી આવે ત્યારે પ્રચારની અવનવી તરકીબો લાઈમલાઈટમાં આવી જાય, પરંતુ આ વખતે રીક્ષા અને રીક્ષાચાલકોને બહોળી પ્રસિદ્ધિ મળી રહી છે. અને આવું ગુજરાતમાં પહેલી વાર જાેવા મળ્યું છે.
ભાજપ હોય. કોંગ્રેસ હોય. આમ આદમી પાર્ટી હોય કે, અન્ય રાજકીય પક્ષો. દરેક લોકો શહેરો અને ગામડાઓના ખૂણે-ખૂણાથી જાણકાર રિક્ષા ચાલકોને શોધી રહ્યા છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં એક રિક્ષા ચાલક કાકા મળી ગયા.
કાકાની રિક્ષા પાછળ ભારતીય જનતા પાર્ટીના બોર્ડ લગાવેલા હતા. જ્યારે અમારી ટીમે કાકા સાથે વધું સંવાદ કર્યો તો જાણવા મળ્યું કે, રાજકીય પાર્ટીઓના પોસ્ટર ચીપકાવવાથી કાંઈ નથી મળતું. પરંતુ રિક્ષામાં માઈક લગાવીને કોઈપણ પાર્ટી પ્રચાર કરે છે. ત્યારે એક દિવસના હજાર રૂપિયા મળી જાય છે.
ભાજપનો પ્રચાર કરતી રિક્ષા તો મળી ગઈ. પરંતુ ત્યાં અમે આગળ કોંગ્રેસની રીક્ષા શોધવા નીકળ્યા. કારણ કે ૨૭ વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પણ પહેલી વાર વિકાસના મુદ્દે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસનું કામ બોલે છે અને કોંગ્રેસના ૮ વચન સાથે અમદાવાદમાં અનેક રિક્ષામાં પ્રચાર થઇ રહ્યો છે.
જાે કે આ રીક્ષા ચાલાક પણ એવું જ કહે છે કે કોઈ પૈસા નહિ મળતા પણ ૧૫૦૦ બે હજારમાં બનતું હુડ ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. રાજકીય પરિણામોમાં કોણ બાજી મારશે અને કોણ નહીં તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ ચૂંટણી સુધી રિક્ષાચાલકોની કમાણીનો સ્ત્રોત ખુલી ગયો હોય તેવું ચોક્કસથી લાગે છે. એટલે કે, ભાઈ નેતાઓ કરતા રિક્ષા ચાલકોની ડિમાન્ડ શહેરોમાં વધું લાગે છે.
ભાજપ કોંગ્રેસની રિક્ષાઓ તો અમદાવાદના રસ્તાઓ પર ખૂબ જાેવા મળી. પરંતુ ત્રીજા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીની રાજનીતિમાં રિક્ષાચાલકોની એન્ટ્રી કેટલીક છે. તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા એટલે કે અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આવીને એક રિક્ષામાં પ્રવાસ કર્યો હતો.
અને રિક્ષા ચાલકને ઘરે જમ્યા પણ હતા. જ્યાંથી તેમની રિક્ષાવાળી રાજનીતિ શરૂ થઈ ગઈ. પરંતુ આમ આદમી પાર્ટી રિક્ષાચાલકોને કેમ આટલું મહત્વ આપે છે? તેનું કારણ એ છે કે અગાઉ દિલ્હી અને પછી પંજાબમાં પણ આમઆદમી પાર્ટીએ રિક્ષાચાલકોને વિશેષ મહત્વ આપીને તેમના દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. અને આ પ્રયાસ સફળ નીવળ્યો હતો.