Western Times News

Gujarati News

મજૂરો વતનમાં જતા રહેતા શહેરમાં રોડ રસ્તાની કામગીરી દેવ દિવાળી સુધી ઠપ્પ

પ્રતિકાત્મક

જે-તે વિસ્તારમાં બાકી રહેલાં કામો તે જ પરિસ્થિતીમાં રહેતા સ્થાનીકોને તહેવારમાં હાલાકી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રોડ રીસરફેસ કરવા અને નવા રીપેર કરવાની કામગીરી એક પખવાડીયા સુધી કલ્યાણ ચડશે. રોડ રસ્તાના કામો હવે એ લોકો દેવદીવાળી પછી જ બ્ પાછા રહેશે. જેના કારણે જે તે વિસ્તારોમાં બાકી હોય તે એ પરિસ્થિતીમાં રહેશે

અને તેના કારણે નાગરીકોને તહેવારોમાં જ દિવાળીના તહેવારમાં જ હાલાકીનોસામનો કરવા પડે એવી શકયતા છે. અમદાવાદ મ્યુનિસીપાલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા તારીખ ૩૦ ઓકટોબર સુધીમાં શહેરના તમામ રોડ રીપેર અને રીસરફેસ કરવા માટેના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ શહેરમાં હજુ એ ઘણા બધા વિસ્તારોમાં રોડના કામો બાકી છે. અને તે હજુ ઓછામાં ઓછા ૧પ દિવસ સુધી રીપેર કરી સરફેસ થવાની શકયતા નથી.

દિવાળીનાં તહેવારોનાં માહોલ જામી ગયો છે. અને તેમજ દિવાળી વેકેશનની રજાઓ પણ જાહેર થઈ જતાં મ્યુનિ.માં રોડ રીસરફેસ અને બ્રીજ-બિલ્ડીંગ વગેરેનાં કામો અટકી ગયાં છે. જે હવે દેવદિવાળી પછી શરૂ થવાની ધારણા વ્યકત થઈ રહી છે.

મ્યુનિ.ઈજનેર ખાતાનું સુત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે ચાર વર્ષથી મ્યુનિ.ની આર્થિક પરીસ્થિતી કથળતી જઈ રહી છે. અને તેના કારણે રોડ સહીતનાં કામો પર તેની અસર થવા પામી છે. ચારેક વર્ષથી નકકી કર્યા મુજબ અને ધારણા મુજબની કામગીરી થઈ શકાતી નથી. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં મોટાભાગનાં રોડની હાલત વધારે પડતી ખરાબ થઈ ગઈ છે.તેમ છતાં નાગરીકો બોલ્યા વગર ચુપચાપ વાહન ચલાવી રહયાં છે.

સુત્રોએ કહયું કે, શહેરનાં અનેક વિસ્તારમાં રોડ રીસરફેસની તાતી જરૂરીયાત છેત્યાં રીસરફેસ કરવાને બદલે ઈજનેર ખાતાનાં અધિકારીઓ રાજકીય દબાણને વશ થઈ નવા સમાવાયેલાં વિસ્તારોમાં અને નવા બાંધકામનાં લાભાર્થે તાત્કાલીક રોડ બનાવી રહયાં છે. તે વાત પણ નવનિયુકત કમીશ્નર એમ. થેન્નારસનના ધ્યાને આવી છે અને તેમણે જયાં નાગરીકોની અવરજવર વધારે છે. તેવા વિસ્તારોમાં રોડ રસ્તા રીસરફેસ કરવાની કામગીરી અગ્રતા આપવાની તાકીદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.