મુંબઈના ઠગ દંપતીએ કાપડના ૮ વેપારી સાથે રૂા.૧.૮ર કરોડની છેતરપિંડી કરી
(એજન્સી)અમદાવાદ, સારંગપુર પાસે આવેલ ન્યુકલોથ માર્કેટના આઠ વેપારીઓ સાથે મુંબઈના દંપતી અને દલાલે મળી ૧.૮ર કરોડની ઠગાઈ આચરતા વેપારીઓની કાગડાપીઠમાં ફરીયાદ નોધાવી છે. નારણપુરામાં રહેતા પારીતોષ પરીખ તેમનાં પત્નીના નામથી ન્યુ કલોથ માર્કેટમાં નમો ટેક્ષ ફેબ્રેીકેશનના નામે શર્ટીગ ફેબ્રેકીશન કાપડનો બિઝનેસ કરે છે.
તેઓ મુંબઈના દલાલ અરવીંદ સોની સાથે વર્ષ ર૦૧૯ દલાલીનું કામ કરાવતા હતા. જેથી તેઓને અરવીંદને સારી રીતે ઓળખતા હતા. વર્ષ ર૦ર૧ના જુલાઈ મહીનામાં અરવીંદ સોની મુંબઈના નીઓ એન્ટરપ્રાઈઝના માલીક હીતેષ પટેલ અને કૈલાસ પટેલ સાથે મુલાકાત થઈ હતી.
બાદમાં અરવીંદે હિતેશ પટેલને ક્રેડીટ પર માલ આપવા માટે પારીતોષને કહયું હતું પરંતુ પારીતોષભાઈએ માલ આપવાની ના પાડી હતી. જાે કે, અરવીંદે હીતેને માલ આપશો તો તેના પેમેન્ટની જવાબદારી મારી રહેશે. તેમ કહેતા પારીતોષભાઈ માન્યા હતા.
આવી જ રીતે હીતેશ અને તેની પત્ની અને દલાલે મળીને ન્યુ કલોથ માર્કેટમાંથી અન્ય સાત વેપારીઅીો પાસેથી રૂા.૩.૯૧ કરોડનો જથ્થ્બંધ કાપડનો માલ ખરીધો હતો. જેમાંથી દંપતીને રૂ.ર કરોડ પેમેન્ટ ચુકવી દીધું હતું. બાકીનું પેમેન્ટ રૂા.૧.૮ર કરોડ બાકી રહેતા આઠેય વેપારીઓ ઉઘરાણી કરતા હતા પરંતુ દલાલ કે દંપતીબંધુ પેમેન્ટને લઈને ગલ્લાતલ્લાં કરતા હતા.