ક્રિટિકલ કેર મેડિસિન દ્વારા ગુજરાત ક્રિટિકોનનું આયોજન કરાયું
આણંદ, ૮મી ગુજરાત ક્રિટિકોન ૨૦૨૨ની કોન્ફરન્સ સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન, કરમસદ અને ભાઈકાકા યુનિવર્સિટીના ક્રિટિકલ કેર વિભાગ દ્વારા તા. ૭થી ૯ ઓકટોબર દરમ્યાન આણંદ ખાતે અને ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે યોજવામાં આવી હતી. જેની થીમ ‘ક્રિટિકલ કેરને પુનઃ સ્થાપિત કરવુંઃ વૈશ્વિક ધારો સ્થાનિક વિચારો’ હતા.
સમગ્ર ગુજરાતમાંથી ૫૬૦ પ્રતિનિધિઓએ નોંધણી કરાવી હતી. જેમા ઈન્ટેન્સિવિસ્ટ, ફિઝિશ્યન, ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ, એનોસ્થેસિયોલો જીસ્ટ અને આઈસીયું માં કામ કરતા ડોક્ટરનો સમાવેશ થાય છે. ત્રણ દિવસીય કોન્ફરન્સમાં નિષ્ણાંતો દ્વારા માહિતીપ્રદ વૈજ્ઞાનિક પ્રવચનો, વાર્તાલાપ અને વર્કશોપ યોજવામાં આવ્યાં હતાં, જેમાં ૧૦ નેશનલ કક્ષાની ફેકલ્ટીએ ભાગ લીધો હતો.
કોન્ફરન્સના ભાગરૂપે ભાઈકાકા યુનિવર્સિટીના એકેડેમિક સેન્ટર ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં ૫૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. વર્કશોપના વિષયોમાં મિકેનિકલ વેન્ટીલેશન કોમ્પ્રિહેન્સીવ એર-વે મેનેજમેન્ટ, હાઈડ્રો ડાયનેમિક મોનિટરિંગ અને પોક્સ ઈન આઈસીયુ અને ક્રિટિકલ કેર નર્સિંગનો સમાવેશ થાય છે. વડોદરાના ઈન્ટેન્સિવિસ્ટ દ્વારા ‘બગ્સની સામે ડ્રગ્સ’ (જીવાણુઓની સામે દવા) ‘સુપર વિલનની સામે સુપર હીરો’ વિષય પર નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી.