યુપીમાં માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના
નવી દિલ્હી, ઉત્તરપ્રદેશમાંથી ફરી એકવાર દુષ્કર્મની દર્દનાક ઘટના સામે આવી છે. આ વખતે એક માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં એક ૧૦ વર્ષની બાળકી લોહીલૂહાણ બેભાન થયેલી હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો.
હાલમાં તેને મેડિકલ કૉલેજ કાનુપરમાં રેફર કરવામાં આવી છે, બાળકી સાથે દુષ્કર્મની આશંકા પુરેપુરી રીતે પોલીસ કરી રહી છે અને તપાસમાં લાગી છે. આ ઘટનાના લઇને એસપીનુ કહેવુ છે કે, આ ઘટના પર તમામ એન્ગલથી તપાસ ચાલી રહી છે.
ઘટના રવિવાર બપોરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ૧૦ વર્ષીય બાળકી ગોલક ખરીદવા માટે બહાર નીકળી હતી, સાંજે તે પીડબલ્યૂડી ગેસ્ટ હાઉસ કેમ્પસમાં ઝાંડીઓમાંથી મળી હતી. તેના ચહેરા પર ઇજાના નિશાન અને તે લોહીલૂહાણ સ્થિતિમાં હતી. બાળકીને પોલીસકર્મી તેડીને હોસ્પિટલ લઇ ગયા હતા.
આ ૧૨ વર્ષની અપંગ બાળકી પીડાથી રડી રહી હતી અને લોકો તેની મદદ કરવાને બદલે વીડિયો બનાવી રહ્યા હતા. બાદમાં કોઈક રીતે પરિવારને બાળકીની જાણ થઈ હતી. ત્યારપછી તેમણે પોલીસને જાણ કરી હતી.
આ પછી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ પાંડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે બાળકીને ખોળામાં ઊઠાવીને રસ્તામાં દોડવા લાગ્યા હતા. ખાસ વાત છે કે યુપીના આ ઘટનાના ૧૬ કલાક પછી પણ બાળકીની હાલતમાં કોઈ જ સુધારો આવ્યો નથી. તે ન તો બોલી શકતી નથી અને પરિવારના સભ્યો પણ કંઈ બોલી શકતા નથી. જાેકે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.SS1MS