Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિવાળી પાર્ટીમાં અલગ જ લાગતી હતી ન્યાસા દેવગણ

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રી પણ દિવાળી સેલિબ્રેશનના મૂડમાં છે અને એક બાદ સેલિબ્રિટીને ત્યાં ગ્રાન્ડ પાર્ટી યોજાઈ રહી છે. જેમાં એક્ટર-એક્ટ્રેસ એકથી એક ચડિયાતા ડિઝાઈનર આઉટફિટ પહેરીને ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

સેલેબ્સને ત્યાં યોજાયેલી પાર્ટીમાં સુહાના ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે તેમજ શનાયા કપૂર જેવા સ્ટારકિડ્‌સ્‌ પણ વધારે લાઈમલાઈટમાં રહ્યા. રવિવારે રાતે પણ એક સેલેબ્રિટીને ત્યાં દિવાળીની પૂર્વ સંધ્યાએ પાર્ટી યોજાઈ હતી.

જેમાં અજય દેવગણ અને કાજાેલની દીકરી ન્યાસા પણ હાજર રહી હતી. તેણે લાઈટ ગ્રીન કલરનો વર્ક કરેલો લહેંગો, ગળામાં ચોકર નેકલેસ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ઓવરઓલ લૂકમાં તે બિલકુલ અલગ જ લાગી રહી હતી. ન્યાસા દેવગણના મેકઅપને જાેઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી.

કેટલાક યૂઝરે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહ્યું હતું તો કેટલાકે તે જ્હાન્વી કપૂરની ડુપ્લિકેટ લાગતી હોવાનું કહ્યું હતું. એક યૂઝરે લખ્યું હતું ‘જ્હાન્વી કપૂર અને ન્યાસા હવે એક જેવા જ દેખાવા લાગ્યા છે’, તો એકે લખ્યું હતું ‘તે એકદમ બદલાઈ ગઈ છે, પૈસા ગમે તે કરી શકે છે’, એક યૂઝરે લખ્યું હતું ‘તેણે તેના ચહેરા પર કંઈક કરાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

તેની જૉલાઈન બદલાઈ ગઈ છે’, આ સિવાય અન્યએ લખ્યું હતું ‘આ આટલી રૂપાળી કેમની થઈ ગઈ?’, ‘ન્યાસા હજી ઈન્ડસ્ટ્રીમાં નથી આવી છતાં આટલો બધો એટિટ્યૂડ કેમ દેખાડી રહી છે’, તેવો સવાલ પણ ઉઠ્‌યો હતો. ન્યાસા દેવગણ તસવીરોમાં એકદમ અલગ રહી છે.

હાલમાં તે ભૂમિ પેડનેકરની દિવાળી પાર્ટીમાં પણ જાેવા મળી હતી, તે સમયે તેના સ્ટનિંગ લૂકના ખાસ્સા વખાણ થયા હતા. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરે છે. તે ક્યારેક ફ્રેન્ડ્‌સ સાથે પાર્ટી કરતી તો ક્યારેક ટુર પર જતી જાેવા મળે છે. એક બાદ એક સ્ટારકિડ તેમના માતા-પિતાના પગલે એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

ન્યાસા પણ આમ જ કરવાની હોવાની વચ્ચે ચર્ચા થતી હતી. તેના પર પ્રતિક્રિયા આપતાં અજય દેવગણે કહ્યું હતું ‘તે હજી ૧૯ વર્ષની છે. તેને શેમાં કરિયર બનાવવું છે તે અંગે હજી સુધી મને કે કાજાેલને જણાવ્યું નથી. હાલ તો તે સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. જાે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું નક્કી કરશે તો તે તેની ચોઈસ હશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers