ગટરથી ખદબદતી વિશ્વામિત્રીને ચોખ્ખી બનાવવા ૧૯૩ કરોડનો પ્રોજેક્ટ તૈયાર

વડોદરા, પાવાગઢથી નીકળીને ઢાઢરમાં ભણી જતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી ૧૬.૫ કિ.મી.નું અંતર પસાર કરે છે જ્યાં ઠેર ઠેર ડ્રેનેજના પાણી છોડાયેલા હોવાથી નદી વર્ષાેથી પ્રદૂષિત થઈ છે, પરંતુ હવે સ્માર્ટ સિટીના સમયમાં નદીની સ્વચ્છતા જરૂરી છે. ત્યારે વડોદરા મ્યુનિ.કોર્પાેરેશને ગંદકીથી ખદબદતી વિશ્વામિત્રીને ચોખ્ખી બનાવવા રૂ.૧૯૩ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે અને જેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યુ હતું.
ગુજરાતનું જાણીતુ પ્રવાસન સ્થળ અને મા કાલીનું આસ્થાનું કેન્દ્ર ગણાતા પાવાગઢથી નીકળતી પવિત્ર અને નિર્મળ વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પસાર થતાની સાથે જ દૂષિત બની ગયેલી છે. નદી કાંઠે આવેલાં રહેણાંક વિસ્તારોને કારણે ગટરનું ગંદુ પાણી ખૂબ મોટા પ્રમાણમાં નદીમાં જ છોડવામાં આવે છે.
એટલું જ નહીં, સ્વચ્છતાની વાત કરતી કોર્પાેરેશન પોતે ડ્રેનેજના પાણીનો જથ્થો ટ્રીટ કર્યા વિના જ નદીમાં છોડી રહ્યો છે. આ બધુ આજકાલનું નથી વર્ષાેથી ચાલતુ આવે છે અને આજની ગંદી ગોબરી વિશ્વામિત્રી એ તેનું પરિણામ છે.
વિશ્વામિત્રીને રિવરફ્રન્ટ બનાવવ ભૂતકાળમાં ઘણી જાહેરાતો થઈ અને પ્રયત્નો થયા. લાંબા ગાળાનો પ્રોજેક્ટ હોવાનુ કહીને ટુકડે ટુકડે કરોડો રૂપિયા ખર્ચાયા પરંતુ સરવાળે સરકારી તિજાેરીમાંથી રૂપિયાની બરબાદી થઈ અને હજુ એવીને એવી જ પ્રદૂષિત છે.
સંધ્યાકાળે તે દૂષિત નદીમાંથી એટલી દુર્ગંધ આવે છે કે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયેલાં છે, પરંતુ વિશ્વામિત્રીની કાયાપલટ માટે કોર્પાેરેશને કોઈ ઠઓપ કદમ ઉઠાવ્યું ન હતું.
જાેકે, રાજ્ય સરકારે પાવાગઢથી નીકળીને વાયા વડોદરા થીને છેક દરિયામાં ભણી જવા સુધી અંદાજે ૧૨૫ કિ.મી. લાંબી આ વિશ્વામિત્રી નદીને શુદ્ધ બનાવવાની સાથે પવિત્ર બનાવવા ગંભીરતા લીધી છે અને વિશ્વામિત્રી હોલી રિવર બને તે માટે વિવિધ જિલ્લાઓના વહીવટી તંત્રને જાેડીને એક આખો પ્રોજેક્ટ હાથ ધરવા પ્રયત્નો શરૂ કર્યા છે.
સરકારના પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા કોર્પાેરેશનની હદમાં આવતી નદીના શુદ્ધીકરણ માટે મ્યુનિ.કોર્પાેરેશને એક પ્રોજેક્ટ તૈયાર કર્યાે છે જેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રેઝન્ટેશન કરાયુ હતું.