Western Times News

Gujarati News

પતિએ પત્નીને ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો

Files Photo

અમદાવાદ, ઘરની નાની-નાની બાબતોમાં પરિણીતાને સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, તેની લાગણી દુભાય તેવા શબ્દો બોલતા. પરિણીતા ઘરની ગેલેરીમાં બેસી હતી ત્યારે તેના સાસુએ તેને ઠપકો આપ્યો અને પતિએ બીભત્સ ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો.

જ્યારે પરિણીતાએ પોલીસ સ્ટેશન જઇને પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું તો તેના જેઠએ તેને ધમકી આપી કે, પોલીસ મારૂ કઇ કરી નહીં લે, તારાથી જે થાય તે કરી લેજે. તારા બાપને પણ કહી દેજે તેનાથી થાય તે કરી લે, તારો બાપ મળશે તો તેના પણ હાથ પગ તોડીને નવરો કરી નાંખીશ.

જાેકે, અંતે કંટાળીને પરિણીતાએ સમગ્ર બાબતની જાણ પોલીસને કરતાં પોલીસએ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વેજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના એક વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં ઘરકામની નાની-નાની બાબતોમાં તેના પતિ તેને મેણા ટોણા મારીને માનસિક ટોર્ચર કરવા લાગ્યા હતાં.

પરિણીતા આ બાબતની જાણ તેના સાસુને કરે તો તેના સાસુ પણ ઉપરાણુ લઇને પરિણીતા સાથે બોલાચાલી ઝઘડો કરતા હતાં. ગઇકાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ પરિણીતાના પતિ, જેઠ જેઠાણી, અને સાસુ સસરા ઘરે હાજર હતા તે દરમિયાન તે ગેલેરીમાં બેઠી હતી.

ત્યારે તેના સાસુએ તેને કહ્યું હતું કે, તારા મા બાપએ તને સંસ્કાર નથી આપ્યા, કામકાજ કરતાં આવડતુ નથી ને આખો દિવસ ઘરમાં બેસી રહે છે. જાેકે, પરિણીતાએ આખો દિવસ ઘરનું કામ કરૂ છું છતાં તમે મારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો, તેમ કહેતા જ તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. અને પરિણીતાને બીભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો.

પરિણીતાએ ગાળો બોલવાની ના પાડતા તેનો જેઠ પણ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પણ પરિણીતાને માર માર્યો હતો. પરિણીતાએ પોલીસ સ્ટેશન જઇને પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું તો તેના જેઠએ તેને ધમકી આપી કે, પોલીસ મારૂ કઇ કરી નહી લે, તારાથી જે થાય તે કરી લેજે. તારા બાપને પણ કહી દેજે તેનાથી થાય તે કરી લે, તારો બાપ મળશો તો તેના પણ હાથ પગ તોડીને નવરો કરી નાંખીશ.

જાે કે અંતે કંટાળીને પરિણીતાએ સમગ્ર બાબતની જાણ પોલીસને કરતાં પોલીસએ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.