કાશ્મીર : ગંદરબાલમાં ફરી એન્કાઉન્ટર, બે ઠાર મરાયા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોનુ ઓપરેશન ઓલઆઉટ જારી રહ્યુ છે. કાશ્મીર ખીણના ગન્દરબાલ વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. ચર્ચ ઓપરેશન હજુ પણ જારી છે. સવારે સાત વાગ્યાથી અથડામણ સ્થળ પર ગોળીબારની શરૂઆત થઇ હતી. કલાકો સુધી અથડામણ થયા બાદ બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આજે સવારે ગંદરબાલના ગુન્ડમાં ત્રાસવાદીઓ એક ઘરમાં છુપાયા હોવાના હેવાલ મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ સુરક્ષા દળોએ ત્યાં પહોંચીને વિસ્તારને ઘેરી લઇને તમામ કામગીરી હાથ ધરી હતી. ત્રાસવાદીઓની સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સેનાના એક જવાનને પણ ઇજા થઇ હતી. સોમવારના દિવસે પણ એક ત્રાસવાદી ઠાર થયો હતો. શ્રીનગરથી ૫૫ કિલોમીટરના અંતરે સ્થિત લાવદારા ગામમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદથી મોટા પાયે ઓપરેશન સેના દ્વારા જારી રાખવામાં આવ્યા છે. સેનાને આમાં મોટી સફળતા પણ મળી રહી છે. હાલમાં કટ્ટરપંથીઓ અને ત્રાસવાદીઓની સામે સેના અને સુરક્ષા દળો દ્વારા સકં મજબુત કરી દેવામાં આવ્યો છે. ત્રાસવાદીઓ છેલ્લા કેટલાક સમયથી મોટા હુમલાને અંજામ આપવાના પ્રયાસ કરી રહ્યા છે
પરંતુ તેમને સફળતા હાથ લાગી રહી નથી. કારણ કે સુરક્ષા દળો વધારે સાવધાન થયેલા છે. જમ્મ કાશ્મીરમાં પણ સુરક્ષા દળોએ ત્રાસવાદીઓની કમર તોડી નાંખી છે. મોટા ભાગના ત્રાસવાદી લીડર ફુંકાઇ ચુક્યા છે. તેમની ગતિવિધી પર નાણાંકીય રીતે પણ બ્રેક મુકી દેવામાં આવી છે.