આ યોજનાનો લાભ લઈ દાહોદના કવિતાબેને નવા વર્ષની ઉજવણી નવા ઘરમાં કરી
દાહોદના દેલસર ગામના કવિતાબેન પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા તેઓએ નવા વર્ષની ઉજવણી તેમના નવા ઘરમાં કરી છે. નવા ઘરમાં દિવાળી તેમણે વિશેષ ઉત્સાહ સાથે કરી હતી. તેઓ જણાવે છે કે, પાકા ઘરમા રહેવા જવાનું અમારૂ સપનું હતું. જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર થયું છે.