Western Times News

Gujarati News

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સંજેલી ખાતે બે દિવસીય તાલીમ યોજાઈ

ગુજરાત યુનવર્સિટીના અર્થ સાયન્સ વિભાગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સંજેલી ખાતે બે દિવસીય તાલીમનું આયોજન કર્યું હતું. જેમાં તાલીમાર્થીઓને જીઆઈએસ ક્ષેત્રમાં તાલીમ આપવા અને વિવિધ ક્ષેત્રોમાં તેની એપ્લિકેશન વિશે માહિતગાર કરાયા હતા.

ગુજરાત યુનિ.ના અર્થ સાયન્સ વિભાગના વડા ડો.શીતલ શુકલા એ તાલીમનું સંચાલન કર્યું હતું, આ ટ્રેનીગ NCSTC, DST નવી દિલ્હી દ્વારા પ્રયોજીત પ્રોજેક્ટ હેઠળ યોજાઇ હતી.

આઇટીઆઈના આચાર્યશ્રીએ તાલીમાર્થીઓનેને આવકાર્યા હતા અને GIS ક્ષેત્રમાં સફળ થવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ટ્રેનીંગ માં ૨૫ તાલીમાર્થીઓએ તાલીમમાં ભાગ લીધો હતો. જેમને GIO સ્પેશિયલ ટેકનોલોજી અને GIO મીડિયા સંશોધનનો ઉપયોગ કરીને ભવિષ્ય ના રોગચાળા માટે વધુ સારા પ્રતિસાદ માટે કોવિડ ૧૯ યોદ્ધાઓ બનવાની તાલીમ અપાઈ હતી.

ડો.પંકજ પંચાલ દ્વારા કોવીડ ૧૯ કેસો અને તેની અસરને લગતા મુદ્દાઓની ચર્ચા કરી હતી. જયરાજ પંચાલ અને ભવ્ય વ્યાસ દ્વારા વિધીયાર્થીઓ માટે હેન્ડ- ઓન ટ્રેનિંગ નું સંકલન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.