ઉર્ફીના મનમાં ફરી પાંગર્યો પૂર્વ પ્રેમી પારસ માટે પ્રેમ

મુંબઈ, થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસ ઉર્ફી જાવેદની બર્થ ડે પાર્ટી હતી. જેમાં તેના એક્સ-બોયફ્રેન્ડ અને એક્ટર પારસ કલનાવત સાથેની તેની તસવીરો વાયરલ થઈ હતી. ઉર્ફી અને પારસને એકસાથે ખુશહાલ મુદ્રામાં જાેઈને ચર્ચા શરૂ થઈ હતી કે બંને વચ્ચે પેચઅપ થઈ ગયું છે.
થોડા મહિનાઓ પહેલા પારસ અને ઉર્ફીનું બ્રેકઅપ થયું હતું જે બાદ બંને પહેલીવાર એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયા હતા. પારસ અને ઉર્ફીને ફરી સાથે જાેઈને કેટલાય લોકોના આંખના ભવાં ચડી ગયા હતા. ઉલ્લખેનીય છે કે, ઉર્ફી અને પારસની મુલાકાત સીરિયલ ‘મેરી દુર્ગા’ના સેટ પર થઈ હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો પરંતુ લાંબો ટક્યો નહીં.
જે બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ પારસ સાથેના સંબંધને બાળપણની ભૂલ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, “અમારો સંબંધ શરૂ થયો તેના એક મહિનામાં જ હું તેની સાથે બ્રેકઅપ કરી લેવા માગતી હતી. તે બાળક જેવો હતો. ખૂબ પઝેસિવ હતો. મારા નામના ત્રણ ટેટૂ બનાવીને તેણે મને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છૂટા પડ્યા પછી આવું કોણ કરે? ટેટૂઓના કારણે તો હું તેની પાસે પાછી નહોતી જ જવાની.
તેણે આખા શરીર પર મારા નામના ટેટૂ બનાવડાવ્યા હોત તો પણ ના જાત. હાલમાં જ પારસને ફરી ઉર્ફી સાથે જાેઈને બંને વચ્ચે પ્રેમ ફરી જાગ્યો હોવાની ચર્ચા હતી. ત્યારે ઉર્ફીને આ અંગે સવાલ કરતાં તેણે કહ્યું, ‘તે મારી પાર્ટીમાં હતો પરંતુ અમે કપલ નથી. અમારા એકબીજા સાથે મૈત્રીભર્યા સંબંધો છે. મેં તેને મારી બર્થ ડેમાં બોલાવ્યો હતો. અમે ભૂતકાળને ભૂલીને આગળ વધી ગયા છીએ અને હવે મિત્રો છીએ.
ઉલ્લેખનીય છે કે, પારસ કલનાવત પણ થોડા મહિના પહેલા ટીવી સીરિયલ ‘અનુપમા’માંથી હાંકી કઢાયો હોવાને કારણે ચર્ચામાં હતો. અગાઉના ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ એવો પણ દાવો કર્યો હતો કે, પારસે તેને ‘અનુપમા’માં કામ ના મળે તે સુનિશ્ચિત કર્યું હતું. તેણે કહ્યું હતું, “પારસ મારી સાથે કામ નહોતો કરવા માગતો.
અમે ‘અનુપમા’માં સાથે કામ કરવાના હતા. તેણે શોની ટીમને ના પાડી હતી કે મને કાસ્ટ ના કરે. તેની ગર્લફ્રેન્ડ, હાલની કે અત્યારની ખબર નહીં, તે નહોતી ઈચ્છતી કે અમે સાથે કામ કરીએ.SS1MS