Western Times News

Gujarati News

બોલિવુડમાં કાંતારાની રિમેક બને તેવું નથી ઈચ્છતો ઋષભ

મુંબઈ,કાંતારા બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સિનેમાપ્રેમીઓ કન્નડ ભાષાની આ ફિલ્મ પર અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી.

સાઉથમાં ‘કાંતારા’ની સફળતા અને ડિમાન્ડને જાેતાં ૧૪ ઓક્ટોબરે તેને હિન્દીમાં ડબ કરીને થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. જે બાદ ફિલ્મને વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ ફિલ્મનો લીડ એક્ટર ઋષભ નથી ઈચ્છતો કે ફિલ્મની બોલિવુડ રિમેક બને. ઋષભ શેટ્ટીએ ‘કાંતારા’માં એક્ટિંગ કરવાની સાથે તેને ડાયરેક્ટ કરી છે અને તેની વાર્તા પણ લખી છે.

‘કાંતારા’એ દરેક ભાષામાં સારી કમાણી કરી છે અને હજી પણ બોક્સઓફિસ પર તેનો જાદુ અકબંધ છે. ઋષભ શેટ્ટી ફિલ્મની સફળતાથી અત્યંત ખુશ છે.

હાલમાં જ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં ઋષભે જણાવ્યું છે કે, તે નથી ઈચ્છતો કે ‘કાંતારા’ની હિન્દી રિમેક બને. ઋષભને પૂછવામાં આવ્યું હતું કે, આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવામાં આવી છે ત્યારે હિન્દીમાં રિમેક બને તેવી સંભાવના ખરી? જાે હિન્દી રિમેક બને તો કયો એક્ટર કયું પાત્ર ભજવી શકે છે? જવાબ આપતાં ઋષભ શેટ્ટીએ કહ્યું, “હિન્દી રિમેક નહીં બને.

આ પ્રકારનું પાત્ર ભજવવા માટે જરૂરી છે કે તમે પોતાના મૂળ અને સંસ્કૃતિ પર વિશ્વાસ રાખો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય મોટા એક્ટર્સ છે જેને હું ખૂબ પસંદ કરું છું. પરંતુ હું નથી ઈચ્છતો કે ‘કાંતારા’ની રિમેક બને કારણકે મને રિમેક પસંદ નથી.

ઋષભ શેટ્ટીએ જણાવ્યું કે, ‘કાંતારા’ની વાર્તા સત્ય વાર્તા છે અને તેના ગામની છે. પરંતુ કાંતારાની આખી દુનિયા કાલ્પનિક છે. બાળપણમાં તેણે દેવ કોલા જાેયું, જે પણ વસ્તુઓ જાેઈ તેને ફિલ્મમાં બતાવી છે. ‘કાંતારા’ને રિલીઝ થયે ૩૧ દિવસ થયા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૨૨૬.૩૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દી ભાષામાં પણ બંપર કમાણી થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.