રાજસ્થાનના મુખ્યમંત્રીએ ભિલોડામાં સભા ગજવી

પંજાબ કાર્યાલયમાંથી ગાંધીનો ફોટો હટાવી લેનારઆમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘુસવાનો અધિકાર જ નથી : ગેહલોત
(પ્રતિનિધિ) બાયડ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના દિવસ બાકી રહ્યા છે ત્યારે આચારસિંહતા લાગે તે પહેલા ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે કોંગ્રેસ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભિલોડામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુશર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, મધુસુદન મિસ્ત્રી, વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજસ્થાન કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભિલોડા કોંગ્રેસના ધારાસભ્ય સ્વ.અનીલ જાેષીયારાને યાદ કરી કોરોનામાં ગુજરાતમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો અને ધારાસભ્યની સારવાર ખર્ચ ચુકીવી દબાણ કરી તેમના પુત્ર કેવલ જાેષીયારાની સહાનભૂતિ પ્રાપ્ત કરી ભાજપમાં ખેંચી લઇ ગઈ છે ભાજપ દેશમાં પૈસાની અને નફરતની રાજનીતિ કરી લોકતંત્રને ખતરામાં મૂકી રહ્યું છે ભાજપ દેશમાં અન્ય રાજકીય પાર્ટીના ધારાસભ્યોને ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા આપી તેમજ ઇડી, સીબીઆઈ અને ઇન્કમટેક્ષના દરોડા પાડી ડરની રાજનીતિ કરી રહી છે મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બનાવી છે રાજસ્થાનમાં પણ પુરજાેશમાં કોંગ્રેસની સરકાર ઉથલાવવા ભારે ધમપછાડા કર્યા હતા પણ તેઓ નિષ્ફ્ળ રહ્યા હતા સમગ્ર દેશમાં ભાજપે તણાવ અને હિંસા ભર્યો માહોલ પેદા કર્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે મતદારો જ સર્વસ્વ છે અને લોકતંત્રને સહીસલામત રાખવા વિનંતી કરી હતી ગુજરાતમાં બેરોજગારી અને કોન્ટ્રાકટ પદ્ધતિ સામે ચાબખા મારી યુવાઓનું શોષણ થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસની સરકાર આવશે તો કોન્ટ્રાકટ પદ્ધતિ પર નોકરી કરનાર લોકોને કાયમી કરવાની અને ગૌમાતા માટે રાજસ્થાની મોડલ અમલવારી કરવામાં આવશે જણાવ્યું હતું.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી ગાંધીજીનું અપમાન કરનાર પાર્ટી હોવાનું જણાવી પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસ્વીર હટાવી લીધી છે ગુજરાતમાં હાર ભારી ગયેલી આપ પાર્ટીએ ભગવાનનું શરણ લીધું છે સોશ્યલ મીડિયામાં ખોટો પ્રચાર કરી રહી છે અને સોશ્યલ મીડિયામાં આમ આદમી પાર્ટી અને તેના કાર્યકર્તાઓ જ સવાલ-જવાબ પૂછી લોકોને ગુમરાહ કરી રહ્યા છે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન કરનાર પાર્ટીને ગુજરાતમાં ઘુસવાનો પણ અધિકાર ન હોવાનું અને દિલ્હી કરતા રાજસ્થાનનું શિક્ષણ અને આરોગ્ય મોડલ શ્રેષ્ઠ હોવાનું કહ્યું હતું.