Western Times News

Gujarati News

ઓમિક્રોનના સબ વિરએન્ટ એક્સબીબીના ૯ રાજ્યોમાં કેસ

નવી દિલ્હી,  ઓમિક્રોનના સબ વેરિએન્ટ એક્સબીબીના કારણે કોરોનાના કેસ એકવાર ફરીથી વધવા લાગ્યા છે. એક્સબીબી.૩ સબ-વેરિએન્ટના કારણે સિંગાપુરમાં કોવિડ ઈન્ફેક્શનમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. ભારત માટે પણ આ જાેખમ બનતુ જાેવા મળી રહ્યુ છે. દેશના ૯ રાજ્યોમાં અત્યાર સુધી એક્સબીબીના કેસ નોંધાયા છે. જેમાં તમિલનાડુ સૌથી ઉપર છે.

જીઆઈએસએઆઈડી એક ઈન્ટરનેશનલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન છે. આ વાયરસમાં થનારા પરિવર્તનો પર નજર રાખે છે. જે અનુસાર ભારતમાં ૨૩ ઓક્ટોબર સુધી એક્સબીબીના ૩૮૦ કેસ સામે આવ્યા છે. આ કેસ તમિલનાડુમાં સૌથી વધુ છે જ્યાં ૧૭૫ કેસ નોંધાયા છે. જે બાદ ૧૦૩ કેસ સાથે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. બંગાળમાં જ ઓમિક્રોનના આ સબવેરિઅન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો.

તમિલનાડુ અને બંગાળ સિવાય ઓડિશા (૩૫), મહારાષ્ટ્ર (૨૧), દિલ્હી (૧૮), પુડુચેરી (૧૬), કર્ણાટક (૯), ગુજરાત (૨) અને રાજસ્થાન (૧) માં પણ એક્સબીબીનુ સંક્રમણ ફેલાયેલુ છે. અત્યાર સુધી મળેલા ૩૮૦ કેસમાં એક્સબીબી.૩ સબ-વેરિઅન્ટ ૬૮.૪૨ ટકા છે. એક્સબીબી.૨ના કેસ ૧૫ ટકા અને એક્સબીબી.૧ના ૨.૩૬ ટકા છે. આને જાેતા બીજા રાજ્યોને એલર્ટ કરી દેવાયા છે. ડબલ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને પણ કોરોનાના નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

સૌમ્યા અનુસાર એક્સબીબી વેરિઅન્ટ ઈમ્યૂન સિસ્ટમને દગો આપીને સંક્રમણનો શિકાર બની શકે છે. સાથે જ તેમણે અમુક દેશોમાં કોરોનાની નવી લહેરની ચેતવણી પણ આપી, તેમણે કહ્યુ કે કોરોનાના ૩૦૦થી વધારે સબ-વેરિઅન્ટ ચિંતાનો વિષય છે. આમાં પણ એક્સબીબી વેરિઅન્ટ વધારે ઘાતક છે.

સૌમ્યા સ્વામીનાથને કહ્યુ, આ વેરિઅન્ટ ઈમ્યૂન સિસ્ટમને દગો આપવામાં સક્ષમ છે. અમે પહેલા પણ કેટલાક ઘાતક વેરિઅન્ટ જાેયા છે પરંતુ આ વેરિઅન્ટ એન્ટિબોડી પર હાવી હોઈ શકે છે. આ વેરિઅન્ટના કારણે અમુક દેશમાં ફરીથી કોરોનાની લહેર આવી શકે છે. અમે એક્સબીબી ની સાથે-સાથે બીએ૫ અને બીએ૧ પર પણ નજર રાખી રહ્યા છે. આ બંને વેરિઅન્ટ પણ ખૂબ જ ઘાતક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.